Lucky Rashi: આજે એક સાથે 4 દુર્લભ યોગનો સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે

Mon, 08 Jul 2024-9:18 am,

આજે ચંદ્રમા કર્ક ઉપરાંત સિંહ રાશિમાં પણ ગોચર કરવાના છે. આ સાથે જ અષાઢ સુદ ત્રીજ છે. આજના દિવસે બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ, સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને પુષ્યનક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિવાળાને થઈ શકે છે. કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેના અજમાવવાથી કુંડળીમાં ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થશે અને ભોલેનાથના આશીર્વાદ મળશે. જેનાથી લક્ષ્યો પાર પડશે. જાણો તે લકી રાશિઓ વિશે....

વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ ખાસ રહેશે. મહાદેવની કૃપાથી કાર્યોમાં સફળતાના યોગ છે અને ધાર્યા કામ પાર પડશે. નોકરીયાતોને કાર્યક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળશે અને કરિયરમાં ઉન્નતિ પણ થશે. વેપારીઓને વધુ નફો થઈ શકે છે અને નવા વ્યવસાયિક સંપર્ક પણ બનશે જેનાથી સારી સલાહ મળશે. સંતાન પક્ષે સારા સમાચાર મળશે. જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો દિવસ શુભ છે. લવલાઈફમાં તણાવ દૂર થશે. 

ઉપાય- અડચણો દૂર કરવા માટે સોમવારનું વ્રત રાખો અને ગૌરશંકર રુદ્રાક્ષ શિવલિંગ પર અર્પણ કરો. સવાર-સાંજ શિવમંદિરમાં રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. 

કન્યા રાશિવાળા માટે દિવસ શાનદાર રહેશે. વ્યક્તિત્વ ખુબ જોશીલું અને દરેક કાર્ય પૂરું કરવા માટે તમે જીવ રેડી દેશો. જે જાતકો બિઝનેસ કરે છે તેઓ નવા આઈડિયા સાથે બિઝનેસને આગળ વધારવા માટે કામ કરશે અને સફળતાની સીડીઓ ચડશે. રોજગારની શોધ કરતા લોકોને શુભ સમાચાર મળશે અને કરિયરની શરૂઆત થશે. નોકરીયાતોને મહાદેવની કૃપાથી બુદ્ધિ અને સ્કીલ્સમાં વધારો થશે અને વિવિધ સ્ત્રોતથી ધનઆવક થઈ શકે છે. 

ઉપાય- વ્યવસાયિક ઉન્નતિ માટે શિવલિંગ પર સોમવારે દૂધ ચડાવો. પછી થોડું તાંબાના વાસણમાં ભરીને વ્યવસાયિક સ્થળે ओम नमः शिवाय મંત્રજાપ કરતા છંટકાવ કરો. 

ધનુ રાશિવાળા માટે ફળદાયી દિવસ રહેશે. જે યોજનાઓ પર કામ કરી રહ્યા છો તેમાં સફળતા મળશે અને અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહેશો. વેપારીઓને બપોર બાદ વેપાર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. જેનાથી આત્મવિશ્વાસ વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં ફેરફારની યોજના ઘડી રહ્યા હોવ તો દિવસ ઉત્તમ રહેશે અને આ દિશામાં કામ કરવાની અનેક તકો પણ મળશે. સિંગલ લોકોની કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેના વિશે વિચારીને જ મન પ્રસન્ન થઈ જાય. કોટુંબિક જીવન સારું રહેશે. 

ઉપાય- પરિવારમાં સુખ શાંતિ માટે ઘઉનો લોટ, ઘી અને ખાંડથી  બનેલી ચીજોનો શિવજીને ભોગ લગાવો. ત્યારબાદ તેને ગરીબ અને જરૂરીયાતવાળા લોકોમાં વહેંચી દો અને પછી આખા પરિવારમાં વહેંચી દો. 

મકર રાશિવાળા માટે ખુબ સુખદાયી દિવસ રહી શકે છે. ભૂતકાળમાંથી શીખીને પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ સારી બનાવવાનો પ્રયત્ન કરશો અને તમારું લક્ષ્ય પૂરું કરવા માટે આગળ વધશો. કોઈ જૂના રોકાણમાંથી સારું રિટર્ન મળશે અને ઉપલબ્ધ ધનથી કોઈ અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો. આ રાશિના જાતકો જે શિક્ષણ, નોકરી કે ફરવા માટે વિદેશ જવા માંગતા હોય તો આ દિશામાં સફળતા મળશે અને પરિવારનો સાથ મળશે. લવ લાઈફમાં સફળતા મળશે અને પરિવાર અને પ્રિયજનોના આશીર્વાદ મળશે. કરજ લીધુ હશે તો જલદી ઉતરી જશે અને મનનો બોજો પણ હળવો થશે. વેપારીઓને સારો નફો થશે અને બિઝનેસના વિસ્તરણની યોજના પણ ઘડશો. 

ઉપાય- મનોકામના પૂર્તિ માટે સોમવારનું વ્રત કરો અને શિવલિંગ પર મધ, ઘી, દૂધ, કાળા તલમાંથી કોઈ પણ એક વસ્તુ ચડાવો. 

મીન રાશિવાળા માટે પણ દિવસ ફાયદાકારક રહેશે. જીવનમાં છવાયેલા કાળા વાદળો હવે ભગવાન ભોલેનાથની કૃપાથી ધીરે ધીરે દૂર થશે અને તમે સ્થિરતા અને સુરક્ષા તરફ વળશો. નોકરીયાતો કાર્યક્ષેત્રે પોતાની યોગ્યતા સાબિત કરી શકશે જેનાથી કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. વેપારીઓને વેપારમાં લાભ થશે. સરકારી નોકરીના યોગ બને છે જે જાતકો તૈયારી કરતા હશે તેમને ચાન્સ મળી શકે છે. જીવનસાથી સાથે સારો  તાલમેળ રહેશે. પિતાજીના આશીર્વાદથી તમને કોઈ કિંમતી વસ્તુ કે સંપત્તિ મળવાની ઈચ્છા પૂરી થશે. 

ઉપાય- ભાગ્યવૃદ્ધિ માટે સોમવારનું વ્રત કરો  અને શિવલિંગ પર દૂધ, જળ, દહીં, બિલીપત્ર, અક્ષત, ધતુરો, ગંગાજળ વગેરે ચીજો અર્પણ કરી પૂજા કરો ત્યારબાદ શિવચાલીસાનો પાઠ કરો. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link