આજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણો

Fri, 05 Jul 2024-9:30 am,

આજે ચંદ્રમા બુધ ગ્રહની રાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. આજના દિવસે ધ્રુવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ પણ છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિઓને  થઈ શકે છે. આ રાશિઓનો ધાર્મિક કાર્યોમાં રસ વધશે, નોકરી અને વેપારમાં શાખ વધશે. આ ઉપરાંત કેટલાક જ્યોતિષ ઉપાય પણ જણાવીશું જેના કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થશે અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહેશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે અને જીવનમાં સમૃદ્ધિનો વાસ થશે. જાણો તે 5 લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ ખુબ જ શાનદાર રહેશે. ધર્મ કર્મ કાર્યોમાં રસ વધશે અને જીવનમાં ચાલતા તણાવથી રાહત મળશે. પિતા કે ગુરુની મદદતી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને માન સન્માનમાં વધારો  થશે. જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો દિવસ ફાયદાકારક રહેશે. નોકરીયાતો માટે જો નવી નોકરીની તક શોધતા હશો તો સારી તક મળી શકે છે. વેપારીઓ વ્યવસાયમાં સફળતા માટે  કઈક ફેરફાર કરવાની યોજના ઘડશે જેના સારા પરિણામ મળશે અને હરિફો પણ પ્રશંસા કરશે. લવ લાઈફમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. 

ઉપાય- આર્થિક ઉન્નતિ માટે પાંચ લાલ ફૂલ અને પાંચ હળદરમાં લપેટેલી કોડીઓ માતા લક્ષ્મીને અર્પણ કરો અને વિધિવત પૂજા કરો. ત્યારબાદ તેને લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં મૂકી દો. 

સિંહ રાશિવાળા માટે ફળદાયી દિવસ રહેશે. શીખવાની ક્ષમતા વધશે અને ધન પ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની કૃપાથી ધન ધાન્યમાં સારો વધારો થશે અને ઓળખ બનાવવામાં સફળ થશો. વેપારીઓને સારો નફો થઈ શકે છે, બચત કરી શકશો. નોકરીયાતોને કોઈ અન્ય કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે. જેનાથી કરિયરમાં ઉન્નતિ થશે. જીવનસાથી સાથે તાલેમેળ સારો રહેશે અને સાથે મળીને સારી જગ્યાએ રોકાણ કરી શકો છો. ચિંતાઓથી મુક્તિ મળશે. 

ઉપાય- ધન સંબંધિત સમસ્યા દૂર કરવા માટે શુક્રવારે માતા લક્ષ્મીને ખીરનો  ભોગ ધરાવો અને શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરો. 

તુલા રાશિવાળા માટે ફાયદાકારક દિવસ રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી ચલ અચલ સંપત્તિમાં સારો એવો વધારો  થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. જો  કોઈ મનોવાંછિત ફળ મેળવવાની ઈચ્છા હોય તો  તે પણ પૂરી થશે. પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ વધશે જેનો લાભ ભવિષ્યમાં થશે અને સામાજિક દાયરો પણ વધશે. સંતાનની પ્રગતિથી મન  ખુબ પ્રસન્ન રહેશે. મનનો બોજો પણ હળવો થશે. નોકરી કે વેપાર સાથે જોડાયેલા લોકોની  સારી શાખ વધશે અને અપાર ધન કમાવવાની તક મળશે. ઘરનું રિનોવેશન કે જમીન ખરીદવા માંગતા હોવ તો કાલે આ દિશામાં તમને સફળતા મળી શકે છે. ફાલતુ ખર્ચા બંધ થશે અને ધન ભેગુ કરવામાં સફળ રહેશો. 

ઉપાય- શુક્રવારે લાલ રંગના કપડામાં સવા કિલો ચોખા તમારા હાથમાં રાખો અને પછી પાંચ માળા 'ॐ श्रीं श्रीये नम मंत्र' મંત્રજાપ કરીને જ્યાં પૈસા મૂકતા હોવ ત્યાં મૂકી દો. 

ધનુ રાશિવાળા માટે 5 જુલાઈનો દિવસ સૌભાગ્ય લાવવામાં સહાયક રહેશે. કોઈ વિવાદ કે પરેશાનીથી ચિંતિત હશો તો તે ખતમ થતી જોવા મળશે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે અને જૂની યાદો પણ તાજી થશે. નોકરીયાતો પોતાના કામકાજથી લોકોને પ્રભાવિત કરી શકશે જેના કારણે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભની પણ તક છે. 

ઉપાય- નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિ માટે પીપળાના ઝાડ નીચે લોખંડના વાસણમાં જળ, ખાંડ, દૂધ, ઘી ભેળવીને પીપળાના મૂળિયામાં નાખી દો. આવું 21 શુક્રવાર સુધી  કરો. 

કુંભ રાશિવાળા માટે દિવસ સ્પેશિયલ રહેશે. ભાગ્યનો ડગલેને પગલે સાથ મળશે અને વિરોધીઓથી મુક્તિ મળશે. લવ લાઈફને લવ મેરેજમાં ફેરવવા માંગતા હોવ તો આ દિશામાં શુભ સંકેત મળી શકે છે. વેપારીઓ કોઈ એવી વ્યક્તિને મળી શકે છે જેમના અનુભવથી મોટી શીખ મળી શકે જે તમારા વ્યવસાયને ઊંચાઈઓ પર લઈ જશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળશે અને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળશે. રોજગારની શોધ  કરતા યુવાઓને સારી તકો મળશે અને  કરિયરની શરૂઆત થઈ શકશે. 

ઉપાય- શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં બતાશા, શંખ, કોડી, કમળ, મખાના વગેરે માતાને અર્પણ કરો અને લક્ષ્મી ચાલીસાના પાઠ કરો. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link