IPL 2022: લખનઉ માટે આ 5 ખેલાડીઓએ મચાવ્યો ગદર, તમામ ટીમો માટે બન્યા ટેન્શન
ક્વિંટન ડી કોકએ કેએલ રાહુલ બાદ ટીમ માટે સૌથી રન બનાવ્યા છે. ક્વિટન ડી કોકએ 11 મેચોમાં 31.27 ની સરેરાશથી 344 રન બનાવ્યા છે. તેમણે આ સીઝનમાં અત્યાર સુધી 3 ફિફ્ટી ફટકારી છે.
આવેશ ખાને આ સીઝનમાં અત્યાર સુધી 9 મેચો રમાઇ છે, તેમણે આ મેચોમાં 8.14 ની ઇકોનોમી રેટથી 14 વિકેટ પ્રાપ્ત કરી છે. તે આ સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી વિકેટ લેનાર બોલર છે.
જેસન હોલ્ડરે બોલ અને બેટ બંને ટીમો સામે ટીમને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેસન હોલ્ડરે આ સીઝનમાં અત્યાર સુધી 9 મેચોમાં 12 વિકેટ પ્રાપ્ત કરી છે અને 56 રન બનાવ્યા છે.
લખનઉ સુપર જાઇન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ ટીમના સૌથી સફળ બેટ્સમેન સાબિત થયા છે. તેમણે 11 મેચોમાં 50.11 ની સરેરાશથી 451 રન બનાવ્યા છે. તે આ સીઝનમાં 2 સદી અને 2 સદી અને 2 ફીફ્ટી ફટકારી ચૂક્યા છે.
દીપક હુડ્ડાએ પોતાની રમતથી આ સીઝનમાં તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દીપક હુડ્ડા આઇપીએલ 2022 ની 11 મેચોમાં 29.09 ની સરેરાશ 320 રન બનાવી ચૂક્યા છે. તેમણે પણ આ સીઝનમાં 3 ફિફ્ટી ફટકારી છે.