Lucky Mole: સ્ત્રીના શરીરના આ 6 ભાગમાં જો તલ હોય તો સમજો હશે ખુબ ભાગ્યશાળી, જીવન ધન્ય બની જશે

Fri, 03 Nov 2023-9:59 am,

Lucky Mole On Body: માણસના શરીરમાં કોઈને કોઈ ભાગ પર તલ હોય જ છે. તેનો પ્રભાવ શુભ અને અશુભ હોઈ શકે છે. સમુદ્રશાસ્ત્રનું માનીએ તો અલગ અલગ અંગો પર મળી આવતા તલનું અલગ અલગ મહત્વ હોય છે. અમે તમને આજે શરીરના 6 એવા ભાગ પર તલ વિશે જણાવીશું જે જાણીને દંગ રહી જશો. 

શરીરના આ 6 ભાગ પર તલ વિશે જાણો. 1. નાક પર તલ 2. જમણી હથેળી પર તલ 3. જમણા ગાલ પર તલ 4. બંને આઈબ્રો વચ્ચે તલ 5. હોઠ પર તલ 6. પગના અંગૂઠા પર તલ

જે વ્યક્તિના નાક પર તલ હોય તે વ્યક્તિ ખુબ લકી હોય છે. તેને ઓછી મહેનતે વધુ સફળતા મળી જાય છે. 

જે વ્યક્તિની જમણી હથેળી પર તલ હોય તેવા લોકો ભાગ્યના ખુબ ધની હોય છે. તેમને સરકારથી લઈને પ્રાઈવેટમાં સફળતા મળતી હોય છે. 

જેના જમણા ગાલ પર તલ હોય છે તે ખુબ સ્માર્ટ પર્સનાલિટીવાળા હોય છે. આવી વ્યક્તિઓ માટે દરેક જણ મદદ માટે ઊભું રહે છે. 

જેને આ જગ્યા પર તલ હોય તેવા લોકો ભાગ્યશાળી હોય છે. જે કાર્ય શરૂ કરે છે તેમાં સફળતા ચોક્કસ મળે છે. 

જે વ્યક્તિના હોઠ પર તલ હોય તેવા લોકો ખુબ દિલદાર હોય છે. અને કોઈના પણ મન પોતાની વાતોથી જીતી લે છે. આવા લોકોની લવલાઈફ ખુબ ખુશહાલ હોય છે. 

જે વ્યક્તિના પગના અંગૂઠા પર તલ હોય છે, તેમને બિઝનેસમાં ખુબ સફળતા મળે છે. આવા લાકો મિલનસાર સ્વભાવના હોય છે, જેના કારણે સમાજમાં તેમનું વર્ચસ્વ રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link