3 દિવસ બાદ લાગશે સદીનું સૌથી મોટું ચંદ્વગ્રહણ, જાણો શું છે સૂતક અને તેની માન્યતાઓ
આ વર્ષે 27 વ્જુલાઇના રોજ ગુરૂ પૂર્ણિમા છે. આ વખતની ગુરૂ પૂર્ણિમા ખાસ છે, કારણ કે આ દિવસે ચંદ્વ ગ્રહણ પણ લાગી રહ્યું છે. એટલા માટે આ ચંદ્વ ગ્રહણનું મહત્વ સામાન્ય લોકોના જીવનમાં ઘણું ખાસ થઇ જાય છે. 27 જુલાઇના રોજ લાગનાર ચંદ્વ ગ્રહણનો સમયગાળો 3 કલાક 55 મિનિટ હશે.
આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે પડનાર ચંદ્વ ગ્રહણને સદીની સૌથી લાંબું ચંદ્વગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. ગ્રહણ 27 જુલાઇની રાત્રે 11 વાગ્યાને 54 મિનિટથી શરૂ થઇ જશે. જે 28 જુલાઇની સવારે 3 વાગ્યાને 5 મિનિટ પર ખતમ થઇ જશે. ચંદ્વ ગ્રહણ પર સૂતકનો સમય બપોરે 2 વાગ્યાથી શરૂ થઇ જશે.
સૂતક કાળનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાના અનુસાર સૂર્ય અને ચંદ્વ ગ્રહણ દેખાતા સૂતકનું મહત્વ છે. સૂર્ય ગ્રહણમાં સૂતકનો પ્રભાવ લગભગ 12 કલાક પહેલાં શરૂ થઇ જાય છે. તો બીજી તરફ ચંદ્વ ગ્રહણમાં આ સમયગાળો 9 કલાકની થઇ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણ દરમિયાન સૂતક લગાવતાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઇ જાય છે. એટલા માટે આ દરમિયાન કોઇપણ ધાર્મિક અથવા શુભ કાર્ય કરવાનું ટાળવું જોઇએ.
આ ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પશ્વિમ એશિયા, ઓસ્ટ્રેલિયા અને યૂરોપમાં જોવા મળશે. આ પહેલાં 31 જાન્યુઆરી 2018ના રોજ પ્રથમ ચંદ્વગ્રહણ લાગ્યું હતું. જૂલાઇના ચંદ્વગ્રહણ માટે કહેવામાં આવી રહ્યું છે કે આ 'બ્લડમૂન' હશે.
ચંદ્વગ્રહણ દરમિયાન પૃથ્વી, સૂર્ય તથા ચંદ્વમાની વચ્ચે આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્વમા પર પડે છે. ચંદ્વ ગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્વમા વચ્ચે પૃથ્વી આ પ્રકારે આવી જાય છે કે પૃથ્વીના છાયાથી ચંદ્વમાનો પુરો અથવા અડધો ભાગ ઢંકાય જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યના કિરણોને ચંદ્વમા સુધી પહોંચતાં અટકાવી દે છે. ત્યારબાદ પૃથ્વીના તે ભાગમાં ચંદ્વ ગ્રહણ જોવા મળે છે.