Mangal Margi: ગ્રહોના સેનાપતિનું છે આ વર્ષ! ફેબ્રુઆરીમાં વધુ શક્તિશાળી બની આ 3 રાશિવાળાને કરશે માલામાલ, ધન-વૈભવ, સુખ-સંપત્તિ વધશે!
ગ્રહોના સેનાપતિ મંગળ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. નવા વર્ષમાં મંગળ અનેકવાર રાશિ પરિવર્તનક રશે. આ સાથે જ એક નિશ્ચિત સમયગાળામાં અસ્ત, ઉદય થવાની સાથે સાથે વક્રી અને માર્ગી પણ થાય છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડશે. હાલ મંગળ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. જ્યારે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 7.27 કલાકે માર્ગી થશે. મંગળના મિથુન રાશિમાં માર્ગી થવાથી અનેક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. મંગળના મિથુનમાં માર્ગી થવાથી આ રાશિઓને થશે લાભ...
વૃષભ રાશિમાં મંગળ બીજા ભાવમાં માર્ગી થશે. ધનના ભાવમાં સીધી ચાલ ચાલવાથી આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. સુખ સુવિધાઓમાં ઝડપથી વધારો થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમે ખુબ લાભ થઈ શકે છે. તમારા કામ અને મહેનતથી તમે ઉચ્ચ અધિકારીઓની પસંદ બની શકો છો. આવામાં તમને ખુબ લાભ થઈ શકે છે. સારી પદવી સાથે પગાર વધારો થઈ શકે છે. વેપારમાં પણ ખુબ લાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓ દસ્તક દઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જીવનમા ખુશહાલ માહોલ રહેશે.
સિંહ રાશિમાં મંગળ અગિયારમાં ભાવમાં માર્ગી થશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો વરિષ્ઠો અને સહકર્મીઓ સાથે સારા સંબંધ થશે. આવનારા સમયમાં તમને તેનાથી ખુબ લાભ થશે. વેપારના ક્ષેત્રની વાત કરીએ તો તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ સફળ થઈ શકે છે. આવામાં તમને માન પાન મળશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. લવ લાઈફ સારી રહેશે. બંનેના સંબંધોમાં ખુશીઓ આવી શકે છે.
તુલા રાશિના જાતકોને પણ ખુબ લાભ મળે તેવા એંધાણ છે. આ રાશિમાં મંગળ નવમાં ભાવમાં માર્ગી થશે. આવામાં આ રાશિવાળાના જીવનમાં લાંબા સમયથી આવી ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો કામ મામલે મુસાફરી કરવી પડી શકે છે. તમને ખુબ લાભ થઈ શકે છે. બિઝનેસ કરતા જાતકોને પણ લાભના યોગ છે. આવકના નવા રસ્તા ખુલશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. બચતમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.