દાદાના ધામમાં અનોખો રંગોત્સવ : સાળંગપુરમાં ભક્તો ડીજે અને નાસિકના તાલે ઝૂમ્યા ભક્તો
સુપ્રસીદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 51000 હજાર નેચરલ કલર સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે દાદા ને ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધુળેટી રમી સંતો દ્રારા હરિ ભક્તો સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરી લાખો ની સંખ્યામા હરિ ભક્તો ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે પણ ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુર થી 51 હજાર નેચરલ કલર લાવવામાં આવી હતી. તેમજ ધુળેટી પર્વના દિવસે 51,000 નેચરલ કલર સાથે 400 હવામા કલરના બ્લાસ્ટ કરવામાં આવ્યા .
પ્રથમ દાદાને દિવ્ય શણગાર સાથે સંતો દ્વારા દાદા સાથે ધુળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી, બાદમાં મોટી સંખ્યામાં હરિ ભક્તોએ.ડી.જે અને નાશિક ઢોલના તાલ સાથે આ ઉજવણી કરવામાં આવી