MahaKumbh 2025: મહિલાઓ નાગા સાધુ કેવી રીતે બને છે? રહસ્યમયી હોય છે તેમની દુનિયા, ચોંકાવી દેશે આ રાઝ
શરીર પર ભસ્મ લપેટી વર્ષો સુધી તપસ્યામાં લીન રહેતા નાગા સાધુઓ વિશે બધા જાણે છે, પરંતુ તેનું જીવન કોઈ રહસ્યથી ઓછું નથી. પરંતુ જ્યારે નાગા સાધુઓની વાત આવે છે તો એક સવાલ મનમાં હંમેશા આવે છે કે શું કોઈ મહિલા પણ નાગા સાધુ બની શકે છે? પુરૂષ નાગા સાધુઓની જેમ મહિલાઓ પણ નાગા સાધુ બને છે. પરંતુ તેના માટે નાગા સાધુ બનવાની પ્રક્રિયા પુરૂષો કરતા વધુ કઠીન હોય છે. આવો તમને આ વિશે જણાવીએ. મહિલા નાગા સાધુઓની દુનિયા ખુબ રહસ્યમયી હોય છે. પરંતુ આ દુનિયા સુધી પહોંચતા પહેલા એટલે કે નાગા સાધુ બનતા પહેલા કોઈ મહિલાએ મુશ્કેલ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.
આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ઘણા અખાડાઓમાંથી એક અખાડો એવો હોય છે, જેમાં સાધુ નગ્ન રહે છે. તે શરીર પર માત્ર ભસ્મ લપેટે છે. આ સાધુ યુદ્ધ કલામાં નિપુણ હોય છે. હકીકતમાં નાગા સાધુ એક પ્રકારથી સૈન્ય પંથ છે અને તે કોઈ સેનાની જેમ વિભાજીત પણ રહે છે.
નાગા સાધુઓની દુનિયા ખુબ રહસ્યમયી હોય છે અને તે માત્ર કુંભ મેળામાં જોવા મળે છે. આ સિવાય તેમની દુનિયાની રીતભાત વિશે અફવાઓ તો ઘણી છે પરંતુ સત્ય ખુબ ઓછું સામે આવે છે. કારણ કે નાગા સાધુ કોઈ પ્રકારના પ્રચાર, દેખાડા કે સાંસારિક મોહથી સંપૂર્ણ પણે દૂર રહે છે.
નાગા સાધુઓમાં ઘણા વસ્ત્રધારી અને ઘણા દિગંબર એટલે કે નિર્વસ્ત્ર સાધુ હોય છે. આ રીતે જ્યારે મહિલાઓ પણ સંન્યાસમાં દીક્ષા લે તો તેને પણ નાગા સાધુ ગણવામાં આવે છે. નાગા સાધવિઓએ શિવજીનું ઘોર તપ કરવાનું હોય છે. તે દિવસભર શિવ આરાધના કરે છે. તેમનું જીવન ભગવાન શિવની જેમ હંમેશા તપમાં લીન રહે છે. ઋતુ ભલે ગમે તે હોય, નાગા સાધુઓની જેમ નાગા સાધવિઓ પણ એક જૈવી સ્થિતિમાં ચારેતરફ અગ્નિની સામે શિવ આરાધના કરે છે.
નાગા સાધુ બનવા માટે મહિલાઓએ પોતાના શરીરમાં ઘણા ફેરફાર કરવા પડે છે. તેણે મુંડન કરાવવાનું હોય છે. આ સિવાય તેણે પોતાના ગુરૂને વિશ્વાસ અપાવવાનો હોય છે કે તે પરિવાર અને સંસારના મોહથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગઈ છે. કારણ કે નાગા સાધુઓની દુનિયામાં મોહને કોઈ સ્થાન નથી. ઘણા વર્ષની કઠીન પરીક્ષા અને તપ બાદ કેટલીક મહિલાઓ જ નાગા સાધુ બની શકે છે.
તેણે સૌથી પહેલા ખુદનું પિંડદાન કરવાનું હોય છે. પછી પોતાનું મુંડન કરાવ્યા બાદ ખુદનું તર્પણ કરે છે. આ પ્રક્રિયાથી તે સાધવિઓ ખુદને આ સંસાર માટે મૃત બનાવી લે છે. અહીંથી શરૂ થાય છે તેની તપસ્વી બનવાની યાત્રા. તેણે 10 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. નવા જીવનમાં તે માત્ર ભક્તિ અને સાધનામાં લાગેલી હોય છે.
જ્યારે કોઈ સાધવી આ બધી પરિસ્થિતિમાં ટકી જાય છે તો તેને નાગા સાધુ બનાવવામાં આવે છે. બધી પરીક્ષાઓમાંથી પસાર થયા બાદ આ મહિલા સાધુઓને દીક્ષા આપવામાં આવે છે. મહિલા નાગા સાધુઓએ પોતાના શરીર પર પીળા રંગના વસ્ત્રો ઢાંકવાના હોય છે. આ વસ્ત્રનો પણ નિયમ છે કે તે સિવાયેલા હોવા ન જોઈએ. તે ઈચ્છે તો આ વસ્ત્રનો ઉપયોગ ન કરી શકે. પરંતુ કુંભમાં મહિલા નાગા સાધુઓને નગ્ન સ્નાનની મંજૂરી નથી.