Mahabharat Katha: ભીમના મારવાથી નહી... તો પછી કેવી રીતે થયું હતું દુર્યોધનનું મોત?

Wed, 12 Jun 2024-11:28 am,

Mahabharat Katha: મહાભારતના યુદ્ધમાં કૌરવ અધર્મ અને પાંડવ ધર્મની સાથે કુરૂક્ષેત્રના મેદાનમાં લડ્યા. મહાભારત યુદ્ધ દરમિયાન એવી ઘણી વિશેષ ઘટાનો ઘટી જે આજે પણ લોકો માટે શિક્ષા આપવાનું કામ કરે છે. આ યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષણ દ્વારા અર્જુનને ગીતાનો ઉપદેશ પ્રાપ્ત થયો. મહાભારતનું યુદ્ધ કુલ 18 દિવસ સુધી ચાલ્યું જેનો અંત દુર્યોધનના મૃત્યું સાથે થયો હતો. 

મહાભારતના યુદ્ધના અંતિમ તબક્કામાં ભીમ અને દુર્યોધનનું ગદા યુદ્ધા થયું. ભીમ દુર્યોધનના શરીર પર સતત ગદા વડે પ્રહાર કરતો રહ્યો. પરંતુ દુર્યોધનનું શરીર તેની માતા ગાંધારીની દિવ્ય દ્રષ્ટિથી લોખંડનું બની ગયું હતું. શ્રીકૃષ્ણ આ વાતની ખબર હતી તે સમયે શ્રીકૃષ્ણે ભીમને ઇશારો કર્યો કે તે જાંઘ પર પ્રહાર કરે. શ્રીકૃષ્ણનો ઇશારો મળતાં જ ભીમે  દુર્યોધનની જાંઘ પર વાર કરવાનું શરૂ કરી દીધું. જાંધનો ભાગ લોખંડનો બનેલો ન હતો, તેના લીધે તે ઘાયલ થઇ ગયો. 

દુર્યોધન જ્યારે ભીમની ગદાના વારથી ઘાયલ અવસ્થામાં તડપી રહ્યો હતો ત્યારે ત્યાં અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય આવ્યા. દુર્યોધનને તડપતો જોઇને અશ્વત્થામાએ પાંડવોનો અંત કરવાનો સંકલ્પ લીધો. તે પાંડવોને મારવા માટે તેમની છાવણીમાં પહોંચ્યા પરંતુ ત્યાં પાંડવોની જગ્યા તેમના સો પુત્રો ઉંઘી રહ્યા હતા. અશ્વત્થામાએ તેમને જ પાંડવો સમજ્યા અને તેમનું માથું કાપીને દુર્યોધન પાસે લઇ ગયા. 

જ્યારે અશ્વત્થામા પાંડોવાના પુત્રોના શીર લઇને દુર્યોધન પાસે પહોંચ્યા ત્યારે જોઇને દુર્યોધનને ખૂબ ખૂબ દુખ થયું કારણ કે તે પાંડવો જ નહી પરંતુ આખા કુળનો નાશ થતા જોવા માંગતો હતો. પાંડવોના તમામ પુત્રોના મૃત્યુંથી આખા કુરૂ વંશનો નાશ થઇ ગયો હતો. જેના માટે દુર્યોધને અશ્વત્થામાને ધમકાવ્યા અને કહ્યું કે મેં તમને પાંડવોનો નાશ કરવા માટે કહ્યું હતું પરંતુ તમે તો મારા કુળનો જ નાશ કરી દીધો. માનવામાં આવે છે કે આ વાતના શોકમાં દુર્યોધને પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link