Mahakumbh Stampede Photos: મહાકુંભમાં નાસભાગની સ્થિતિ કેવી રીતે સર્જાઈ? જાણો અડધી રાત્રે શું થયું ?
)
મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન શરુ થાય તે પહેલા જ સંગમ પર નાસભાગ મચી ગઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૌની અમાસના અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે 144 વર્ષ પછી મૌની અમાવસ્યા પર ત્રિવેણી યોગ બન્યો છે.
)
મોડી રાત્રે આ ઘટના કેવી રીતે બની તે અંગે રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે મહાકુંભમાં નાસભાગ એક થાંભલો તુટ્યા પછી મચી ગઈ હતી. સંગમ પર ભીડ વધી જતા એક થાંભલો તુટી ગયો હતો. જેના કારણે ત્યાં હાજર લોકો ભાગવા લાગ્યા.
)
આ ઘટના પછી સંગમ પર અફરાતફરી થઈ ગઈ જેમાં લોકો ઘાયલ થયા અને કેટલાક લોકોના મોત થયા હોવાનું પણ અનુમાન છે. આ ઘટના પછી ઘાયલોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવાર થતા સ્થિતિ કાબુમાં થઈ હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચશે તેવું અનુમાન હતું પરંતુ મોડી રાત્રે સંગમ પર ક્ષમતા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી. આ ઘટના પછી અખાડા પરિષદે અમૃત સ્નાન રદ્દ કર્યું અને લોકોને પણ અપીલ કરી કે તેઓ શાંતિ જાળવે.