મહાકુંભમાં માળા વેચવા આવેલી મોનાલિસાનું નસીબ ચમક્યું, છપ્પરફાડકે નસીબે દરવાજો ખખડાવ્યો
)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેની વચ્ચે મધ્ય પ્રદેશની એક સગીરા મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની. વિશાળ મહાકુંભના મેળામાં તેણે દેશ અને દુનિયાના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેની આંખો અને ખૂબસૂરતી એવી કે ખ્યાતનામ અભિનેત્રીઓ પાણી ભરે, તેને હવે બોલીવુડની ઓફર મળી છે. ત્યારે કોણ છે વાયરલ ગર્લ? જોઈશું આ રિપોર્ટમાં.
)
મોટી-મોટી કથ્થઈ આંખો... ચહેરા પર આકર્ષક હાસ્ય... ગળામાં અનેક માળા... આ વર્ણન કરીએ એટલે આપણી સામે મહાકુંભના મેળામા માળા વેચતી સગીરાના દ્રશ્યો તરી આવે. આ છે મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી મોનાલીસા. પહેલીવાર મહાકુંભના મેળામાં પોતાના પરિવાર સાથે માળા વેચવા આવેલી મોનાલીસા મીડિયાથી લઈને તમામ સોશિયલ મીડિયામાં છવાયેલી રહી.
)
કહેવત છે કે નસીબ ગમે ત્યારે તમારા ઘરનો દરવાજો ખખડાવે છે. આવું જ કંઈક વાયરલ ગર્લ મોનાલીસાની સાથે થયું. મહાકુંભના મેળાથી જાણીતી બનેલી મોનાલીસાની કિસ્મત ચમકી ઉઠી છે. કેમ કે તેને બોલીવુડની ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી છે. ઈન્ટરનેશન સેન્સેશન બનેલી મોનાલીસા હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. એટલે તે બોલીવુડ તેની કાતિલ આંખોથી અંજાઈ જશે તે નક્કી છે...
મોનાલીસા ' ધ ડાયરી ઓફ મણિપુર' ફિલ્મમાં કામ કરશે. જેમાં તે નિવૃત આર્મી ઓફિસરની પુ્ત્રીનો રોલ કરશે. ફિલ્મમાં પ્રેમ કહાનીની સાથે સ્થાનિક મુદ્દાઓને દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને નોર્થ ઈસ્ટમાં શરૂ થશે. ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મ ઓક્ટોબર 2025માં રિલીઝ થશે.
મોનાલીસા રિલ્સથી તો આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ. પરંતુ બોલીવુડની ફિલ્મ માટે તેણે ઘણું બધું શીખવાની અને સમજવાની જરૂર છે. ત્યારે એ જોવાનું રહેશે કે મધ્ય પ્રદેશની મોનાલીસા બોલીવુડમાં કેવા કામણ પાથરે છે.