મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોન્ચ કર્યું પીએમ મોદીની બાયોપિકનું ફર્સ્ટ લુક પોસ્ટર

Mon, 07 Jan 2019-6:59 pm,

ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટરના ફર્સ્ટ લુકને શેર કર્યો છે. જેમાં પીએમ મોદીનો રોલમાં વિવેક ઓબેરોય જોવા મળી રહ્યો છે. પોસ્ટર પર ટેગ લાઇન આપવામાં આવી છે, દેશભક્તિ જ મારી શક્તિ છે.

પીએમ મોદીની બાયોપિકની સત્તાવરા જાહેરાત થઇ ગઇ છે. જેને દિગ્દર્શક ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત કરશે. આ ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી મોદીનો રોલ નિભાવી રહ્યો છે.

ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની સત્તાવાર જાહેરાતની જાણકારી આપી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર આજે 7 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલ હાલ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ મિડ-જાન્યુઆરીથી શરૂ થઇ જશે. ફિલ્મને વિવેકના પિતા સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

વિવેક ઓબેરોયે તેના લુક્સ અને બોડીશેપ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેઓ આ રોલને તેના કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ માની રહ્યો છે. આ બાયોપિકની આઉટડોર શૂટિંગ માટે દિલ્હીની સાથે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.

પાછલા દોઢ વર્ષમાં ઉમંગ કુમાર ફિલ્મની ટીમ સાથે મળી આ સ્ટોરી પર કામ કરી રહ્યાં હતા. મહત્વ રોલમાં કોણ કોણ હશે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.

(ફોટો સાભાર- Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link