ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિ
રાજ્યપાલ પી સી રાધાકૃષ્ણને 16 થી 21 ડિસેમ્બર દરમિયાન નાગપુરમાં યોજાનાર રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રની પૂર્વસંધ્યા પર એક સમારોહમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર હતા, જેમણે 5 ડિસેમ્બરે મુંબઈમાં શપથ લીધા હતા.
નવી મંત્રી પરિષદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને ભાજપ મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલારનો પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ આખરે મંત્રાલયોના વિભાજનને લઈને સમજૂતી થઈ હતી. રવિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને નાગપુરમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. પંકજા મુંડે પણ મંત્રી બન્યા.
શિવસેનાના ગુલાબભાઈ પાટીલ અને દાદા ભુસેએ મંત્રી તરીકે શપથ લીધા. સંજય રાઠોડ, શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંત, શંભુરાજ દેસાઈએ મંત્રી તરીકે શપથ લીધા. મરાઠવાડાના સંજય શિરસાટે મંત્રી તરીકે શપથ લીધા. મરાઠા સમુદાયના અગ્રણી નેતા પ્રતાપ સરનાઈકને ફડણવીસ સરકારમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભરત ગોગાવલેએ ફડણવીસ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. પ્રકાશ આબિટકરને ફડણવીસ સરકારમાં મંત્રી બનવાની તક મળી. આશિષ જયસ્વાલે મંત્રી તરીકે શપથ લીધા. યોગેશ કદમે મંત્રી તરીકે શપથ લીધા.
NCPના વરિષ્ઠ નેતા હસન મુશ્રિફે મંત્રી પદના શપથ લીધા. એકનાથ શિંદે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ધનંજય મુંડેને પણ ફડણવીસ સરકારમાં મંત્રી બનવાની તક મળી છે. દત્તાત્રેય ભરને અને NCPના દિગ્ગજ નેતા સુનીલ તટકરેની પુત્રી અદિતિ તટકરેએ મંત્રી તરીકે શપથ લીધા. 20 નવેમ્બરે યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.