Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 85.51% નવા કેસ નોંધાતા ચિંતા વધી

Thu, 04 Mar 2021-7:46 pm,

નવી દિલ્હી: મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં કોવિડના નવા કેસો નોંધાવાનું સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 85.51% નવા કેસ આ રાજ્યોમાંથી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના નવા 17,407 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 9,855 કેસ પોઝિટીવ નોંધાયા છે. 18 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10,259 નવા કેસ નોંધાયા હતા તે પછી આ સૌથી મોટો આંકડો છે. તે પછીના ક્રમે કેરળમાં એક દિવસમાં નવા 2,756 કેસ જ્યારે પંજાબમાં નવા 772 કેસ નોંધાયા છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1,73,413 સુધી પહોંચ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોની સંખ્યા 1.55% છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેરળ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર અને આસામમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં સમાન સમયગાળામાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે કુલ 89 દર્દીનાં મૃત્યુ થયા છે. નવા નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાંથી 88.76% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (42) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં તે પછીના ક્રમે કેરળમાં દૈનિક ધોરણે વધુ 15 જ્યારે પંજાબમાં વધુ 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

વીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 કારણે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઓડિશા, ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પુડુચેરી, આસામ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ). ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, મણીપુર, મિઝોરમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

ભારતમાં કુલ સાજા થયેલા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. કુલ સક્રિય કેસો, સાજા થયેલા દર્દીઓ અને મૃત્યુ પામેલા દર્દીઓના 4 માર્ચ (સવારે 7:00 વાગ્યા) સુધીના આંકડા દર્શાવેલા છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 3,23,064 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 1.66 કરોડથી વધારે (1,66,16,048) ડોઝ આપવામાં આવ્યા છે. 

આમાં પ્રથમ ડોઝ લેનારા 67,90,808 HCW, બીજો ડોઝ લેનારા 28,72,725 HCWs, પ્રથમ ડોઝ લેનારા 58,03,856 FLWs અને બીજો ડોઝ લેનારા 4,202 FLWs તેમજ સહ-બીમારી ધરાવતા હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના 1,43,759 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 10,00,698 લાભાર્થી સામેલ છે.

રસીકરણ કવાયતના 47મા દિવસે (3 માર્ચ 2021) રસીના કુલ લગભગ 10 લાખ (9,94,452) ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 10,849 સત્રોમાં 8,31,590 લાભાર્થીઓને પહેલો ડોઝ (HCW અને FLW) અને 1,62,862 HCW અને FLWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link