મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, કન્ટેઈનરે 3 ગાડી અડફેટે ચડાવી દીધી અને પછી હોટલમાં ઘૂસી ગયું, 10 લોકોના દર્દનાક મોત
)
મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ આગરા હાઈવે પર પલાસનેર ગામની પાસે ભીષણ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે બ્રેક ફેઈલ થતા કન્ટેઈનરે અનેક ગાડીઓને ટક્કર મારી અને પછી તે એક હોટલમાં ઘૂસી ગયું. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.
)
ધુલેમાં મુંબઈ આગરા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક કન્ટેનરે બસ સ્ટેન્ડ પાસે ઊભેલી 3 ગાડીઓને ટક્કર મારી દીધી અને પછી હોટલમાં ઘૂસી ગયું. હાઈવે કિનારે બનેલી હોટલમાં અનેક મુસાફરો ભોજન કરી રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રક બેકાબૂ થઈને હોટલમાં ઘૂસી ગયો.
)
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત બપોરે 12 વાગ્યાની આજુબાજુ થયો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે.
કન્ટેઈનર મધ્ય પ્રદેશથી ધુલે તરફ જઈ રહ્યું હતું ત્યારે બેકાબૂ થઈને તેણે 3 ગાડીઓને ટક્કર મારી અને પછી બસ સ્ટેન્ડ પાસે હોટલમાં ઘૂસ્યું.