આ રાજ્યના `પ્લાસ્ટિક યૂઝ`ના નિયમો નહીં ખબર હોય તો થઈ શકે છે 25000 રૂપિયા સુધીનો દંડ
પ્લાસ્ટિકની બોટલો કે જે 200 MLથી ઓછી કેપેસિટીવાળી હોય તેના ઉપર પ્રતિબંધ છે જ્યારે 200 ML કે તેનાથી વધુની કેપેસિટીવાળી બોટલો કે જેના પર ડિપોઝિટ અને રિફન્ડ પ્રાઈસ તથા બાયબેક પ્રાઈસ અન્ડર EPR પ્રિન્ટેડ હોય તે વાપરી શકાય છે. આ ઉપરાંત જે ખુબ જ વપરાશમાં હતાં તેવા પાણીના પાઉચ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે.
હેન્ડલવાળી કે હેન્ડલ વગરની પ્લાસ્ટિક બેગ, નોન વોવેન બેગ, પ્લાસ્ટિક શોપિંગ બેગ વગેરે પર પ્રતિબંધ છે.
બહુ ચલણમાં હતાં તેવા થર્મોકોલની ડિસ્પોઝેબલ ડીશો, ગ્લાસ, બાઉલ, કન્ટેઈનર, પ્લાસ્ટિકની ચમચીઓ, સ્ટ્રો, પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ડબ્બા, બાઉલ કે જે હોટલોમાં ખુબ વપરાતા હોય છે તેના પર પ્રતિબંધ છે.
સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સમાં વસ્તુઓની નિકાસ હેતુથી બનતા પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બેગો પર પ્રતિબંધ નથી. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વીટવા માટે વપરાશમાં લેવાતા 50 માઈક્રોનથી વધારે થીકનેસવાળા અને 20 ટકા રિસાઈકલેબલ પ્લાસ્ટિક મટિરિયલથી બનેલી Wrapping મટીરિયલ ઉપર પણ પ્રતિબંધ નથી. મેન્યુફેક્ચરિંગ હેતુ માટે થર્મોકોલનો ઉપયોગ થઈ શકે છે. (મેન્યુફેક્ચરની ડિટેલ્સ, પ્લાસ્ટિક ટાઈપ, કોડ નંબર અને બાય બેક પ્રાઈસ અન્ડર EPR)
ગ્રોસરી અને અનાજ જેવી વસ્તુઓના જથ્થાબંધ અને રિટેલમાં વેચાણ દરમિયાન વસ્તુઓ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બેગો 50 માઈક્રોનથી વધુ થીકનેસ ધરાવતી હોય અને મીનિમમ બે ગ્રામ વજન હોય તો ચાલે. (મેન્યુફેક્ચરની ડિટેલ્સ, પ્લાસ્ટિક ટાઈપ, કોડ નંબર અને બાય બેક પ્રાઈસ અન્ડર EPR)
કોઈ પણ પ્રકારની કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ નર્સરી, એગ્રીકલ્ચર કે સોલિડ વેસ્ટ ભરવા હેતુ ચાલે.
એક કે વધુ લેયરવાળા પ્લાસ્ટિકના ઉપયોગથી પેપર બેઝ્ડ કાર્ટન પેકેજિંગ થઈ શકે છે. દૂધ માટે 50 માઈક્રોનથી વધુ થીકનેસવાળી અને બાયબેક પ્રાઈસ લેખેલી વર્જિન પ્લાસ્ટિકની થેલીઓ વાપરી શકાય છે.
ચિપ્સ, શેમ્પુ શેશેટ, ઓઈલ પેકેટ, ચોકલેટ રેપર વગેરેમાં વપરાતા રિસાયકલેબલ મલ્ટીલેયર પ્લાસ્ટિક પર પ્રતિબંધ નથી. આ ઉપરાંત ઘરેલુ વપરાશ માટેની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ નથી.
મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, દવાઓ, મેડિકલ પ્રોડક્ટ્સના પેકેજિંગમાં પ્લાસ્ટિક વાપરી શકાય છે. પરંતુ ડેકોરેશન પર્પઝથી પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ કરી શકાશે નહીં.
ઓફિસમાં કે એજ્યુકેશન હેતુથી રિસાઈકલેબલ પ્લાસ્ટિક સ્ટેશનરી પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ નથી. આ ઉપરાંત રેનકોટ, ચોમાસાની રૂતુમાં વપરાતી ઢાકવા માટેની પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ નથી.
જો આ નિયમોનો ભંગ કરવામાં આવે તો ભારે દંડ થઈ શકે છે. પહેલીવાર જો ભંગ કરતા પકડાયા તો 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. બીજીવાર પકડાવ તો 10,000 રૂપિયાનો દંડ અને ત્રીજીવાર પકડાવ તો 25,000 રૂપિયા સુધીનો દંડ તથા 3 મહિનાની કેદની સજા થઈ શકે છે.