Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની આંખોમાંથી નીકળતા આંસુથી બનેલા રુદ્રાક્ષને ચઢાવવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાં નીકળેલા ઝેરને પીવાથી ભગવાન શિવનું શરીર બળવા લાગ્યું હતુ ત્યારે ત્યાં હાજર દેવતાઓએ તેમને દૂધ પીવાની વિનંતી કરી હતી. જે બાદ તેમનું શરીર સળગતા બચી ગયું હતું. એટલા માટે ભગવાન શિવને દૂધ ચઢાવવું ધાર્મિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે માતા ગંગાને પૃથ્વી પર લાવવાની હતી ત્યારે ભગવાન શિવે તેમને પોતાના વાળમાં ધારણ કર્યા હતા અને તેમને ગંગા જળ ખૂબ જ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગા જળ જરુર ચઢાવવું જોઈએ.
અન્ય ફળો ઉપરાંત, મહાશિવરાત્રિના શિવલિંગ પર બીલીનુ ફળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ ફળ ભગવાન શિવને અર્પણ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ભગવાન શિવની પૂજામાં ભસ્મનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખને ભગવાન શિવનુ મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે, કારણ કે તેમનું આખું શરીર રાખથી ઢંકાયેલું હોય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મ જરુર ચઢાવવી જોઈએ.