Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય
જો રસોડું વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશામાં ન હોય તો ભારે વાસ્તુ દોષ સર્જાય છે. આ દોષને દૂર કરવા માટે રસોડાની દક્ષિણ પૂર્વ દિશામાં લાલ બલ્બ રાખવો જોઈએ અને તેને હંમેશા ચાલુ રાખવો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડાની દીવાલને આછો રંગ જ કરવો જોઈએ. જેમકે ક્રીમ અથવા તો લાઈટ નારંગી. રસોડામાં ક્યારે બ્લુ કે કાળા રંગનો પ્રયોગ કરવો નહીં તેનાથી નકારાત્મકતા વધે છે અને ધનહાનિ થાય છે.
રસોડામાં જો તમે કાળો પથ્થર કે ગ્રેનાઇટ લગાડેલો હોય તો તેના દુષ્ટ પ્રભાવથી બચવા માટે રસોડામાં સ્વસ્તિક બનાવવું જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે.
ઘરના મુખ્ય દ્વારની સામે જ જો રસોડું હોય તો તે પણ વાસ્તુદોષ છે. આ દોષને દૂર કરવા માટે મુખ્ય દરવાજાની સામે રસોડાને કવર કરતો પડદો લગાડવો જોઈએ.
રસોડાને ક્યારેય ખરાબ છોડવું નહીં. તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. રસોડું હંમેશા સાફ કરવું જોઈએ અને તૂટેલા વાસણનો ઉપયોગ કરવો નહીં. સાથે જ અનાજ અને મસાલા ભરવાના ડબ્બાને પણ સાફ કરતા રહેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)