એક એવી હસીના જે પરમ સુંદરી બનીને આવે છે યોગ કરવા, લોકો જોઈને રહી જાય છે દંગ
મલાઈકા અરોરાને એમ જ સ્ટાઈલની દિવાની નથી કહેવામાં આવતી. તેમની દરેક અદા એવી હોય છે કે જોનારા લોકો ઘાયલ થઈ જ જાય છે. સવારથી લઈ રાત સુધીમાં જ્યાં પણ મલાઈકા સ્પોટ થાય છે ત્યારે તેમની ચર્ચા શરૂ જ થઈ જાય છે. અને તેમાં પણ તેમના જિમ લૂક જરા હટકે જ હોય છે.
મલાઈકા અરોરા તેમના જિમ લૂકથી જ ચર્ચામાં રહેતી હોય છે. તેમણે એક ટ્રેન્ડ સેટ કર્યો છે. જેને હવે બોલીવુડની યંગ અભિનેત્રીઓ પણ ફોલો કરીને કોપી કરવા લાગી છે. પછી ભલે તે જ્હાન્વી કપૂર હોય, સારા અલી ખાન હોય કે પછી નેહા શર્મા હોય. બધા જ પર મલાઈકાનો રંગ લાગેલો જોવા જ મળે છે.
વારંવાર મલાઈકા અવનવા જિમ લૂક સાથે દેખાતી હોય છે. ક્યારેક સ્પોર્ટસ બ્રા અને શોર્ટસ તો ક્યારેક સ્ટાઈલિસ્ટ ટીશર્ટ સાથે ફૂલ લેગિંગ સાથે દેખાય છે. અને દરેક લૂક તે કાતિલ દેખાતી હોય છે. મીડિયાવાળા પણ મલાઈકાની એક ઝલક મેળવવા માટે કલાકોના કલાકો યોગ સેન્ટર બહાર અડીંગો જમાવીને બેઠા હોય છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મલાઈકા દરેક વખતે પરમસુંદરી બનીને જ યોગ સેન્ટર પહોંચતી હોય છે. મલાઈકાને જોઈને જ દિલમાં ખલબલી થવા લાગે છે. આ યોગના કારણે જ 49 વર્ષની ઉંમરે મલાઈકા એક હુસ્ન પરીથી ઓછી નથી લાગતી. અને ફિટનેસની વાતમાં તે દરેક લોકોને પાછળ છોડી રહી છે.
મલાઈકા કોઈનાથી પણ ઓછી ઉતરે તેમ નથી. જિમ લૂકમાં તો તે કાતિલ લાગે જ છે, તો સાથે જ પોતાના અલગ અંદાજથી તે પોતાના લૂકને ખાસ બનાવી દે છે. તે કાતિલ અંદાજમાં પોઝ આપીને ભલભલા લોકોને ઘાયલ કરી દે છે.