Photos: 50 વર્ષે પણ મલાઈકા એકદમ હોટ અને સ્લિમ...ખાય છે આ લોટની રોટલી, વજન ઉતારવામાં ખુબ અસરકારક

Fri, 22 Mar 2024-6:20 pm,

મલાઈકા અરોરા ખાનને બોલીવુડમાં એક ફેશનિસ્ટા અને ટોપ આઈટમ ડાન્સર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મલાઈકા પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે.   

50 વર્ષની ઉંમરે તે પોતાને ફિટ રાખવા માટે કસરત, યોગ તો કરે જ છે પરંતુ સાથે સાથે તે પોતાના ડાયેટનો પણ ખુબ ખ્યાલ રાખે છે. અભિનેત્રી પોતાને ફૂડી ગણાવે છે પરંતુ તે પોતાના ખાવાનામાં હેલ્ધી ચીજો સામેલ કરે છે. મલાઈકાને ઘરનું ભોજન ખુબ  પસંદ છે. 

પોતાને ફિટ રાખવા માટે તે શું ખાય છે તે અંગે અનેકવાર તે સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. એકવાર તેણે પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર રાગીના લાડુનો ફોટો પણ શેર કર્યો હતો. 

અત્રે જણાવવાનું કે રાગી એક એવું અનાજ છે જે ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. મલાઈકા રાગીના લોટથી બનેલી રોટલી અઠવાડિયામાં ત્રણ દિવસ ખાય છે. 

વેઈટ લોસ માટે રાગીની રોટલી ખુબ ફાયદાકારક છે. આ ઉપરાંત તેને ડાયેટમાં સામેલ કરીને તમે અનેક બીમારીઓના જોખમથી બચી શકો છો. 

ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખુબ ફાયદાકારક ગણવામાં આવે છે. રાગીના લોટમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકા મજબૂત રાખવા માટે ખુબ ફાયદાકારક છે. 

પાચન તંત્રને મજબૂત કરવા માટે તમે રાગીના લોટથી બનેલી રોટલીનું સેવન કરી શકો છો. રાગીના લોટમાં ફાઈબર હોય છે. જે પાચનને સ્વસ્થ રાખે છે.   (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link