ઉપરથી નીચે સુધી બવાલ બનીને નિકળી મલાઇકા અરોડા, ચોતરફ થઇ રહી છે ક્રોપ ટોપની ચર્ચા
ફેશનિસ્ટા મલાઈકા અરોરાનો લેટેસ્ટ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. આ તસવીરોમાં મલાઈકા સલૂનમાંથી બહાર નીકળીને કારની નજીક જતી જોવા મળી હતી.
લુકની વાત કરીએ તો મલાઈકાએ વ્હાઇટ કલરમાં એવો રિવિલિંગ ક્રોપ ટોપ પહેર્યો છે કે તેના લૂકની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અભિનેત્રીનું આ ક્રોપ ટોપ ફ્રન્ટ સાઇડથી ઘણું વધારે રિવિલિંગ છે જેમાં બધું જ દેખાય છે.
મલાઈકાએ આ ક્રોપ ટોપ સાથે ગ્રે કલરની લૂઝ પેન્ટ પણ પહેરી હતી, જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહી છે. પોતાના લૂકને પુરો કરવા માટે અભિનેત્રીએ ગોગલ્સ પહેર્યા હતા અને તેના હાથમાં કાળુ પર્સ પકડ્યું હતું.
મલાઈકા સલૂનમાંથી બહાર આવી કે તરત જ પાપારાઝીએ તેના એક-એકથી ચઢિયાતા ફોટો ક્લિક કરવાનું શરૂ કરી દીધું. કેમેરો જોઈને અભિનેત્રીએ પણ જોરદાર પોઝ આપ્યા હતા. આ સાથે તે કારમાં જઈને બેસી ગઈ. કારમાં મલાઈકાનો પાલતુ કૂતરો પણ જોવા મળ્યો હતો. આ સાથે મલાઈકા ઘણીવાર સવારે વોક કરતી વખતે જોવા મળે છે.
થોડા દિવસો પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું છે. પરંતુ ત્યારબાદ આ બંને સ્ટાર્સ મોડી રાત્રે ડિનર માટે ગયા હતા અને રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા. ત્યારબાદ આ સમાચારોને અફવા ગણાવી હતી. આ દરમિયાન મલાઈકા પણ બોલ્ડ કપડામાં જોવા મળી હતી. બંને એકસાથે ખૂબ જ સારા લાગતા હતા.