મલાઈકાએ કરી અર્જૂન કપૂરની કોપી, આ વસ્તુ વગર ઘરની પણ બહાર નથી નિકળતી
નવી દિલ્હી: ગરમીની સીઝન ચાલી રહી છે, ધમધમતા તાપમાં સ્કીનને બચાવવા માટે મલાઈકા ગજબ નુસખો અપનાવી રહી છે. આ નુસખાથી મલાઈકાની સ્કીનની સાથે લુકમાં પણ બદલાવ જોવા મળ્યો છે. લુકમાં બદલાલ અને ગરમીથી બચવા માટે મલાઈકા કેપનો સહારો લઈ રહી છે. કેપ વિના મલાઈકા અરોરા પોતાના ઘરની બહાર પણ નિકળતી નથી.
તમે જાણતા હશો કે, અગાઉ આ પ્રકારની કેપ અર્જૂન કપૂર પહેરતા નજરે પડતા હતા, પરંતુ હવે બોયફ્રેન્ડ અર્જૂન કપૂરની સ્ટાઈલ મલાઈકાએ પણ કોપી કરી છે. હાલમાં કપડાની સાથે સેટ થતી કેપ મલાઈકા પહેરતી નજરે પડે છે.
ગાઉન, શોર્ટ ડ્રેસ અથવા જીન્સ ટોપ હોય, તમામમાં મલાઈકા અરોરા મેચિંગ કેપ પહેરતી નજરે પડે છે. કેટલીક વખત મલાઈકા કેમેરાથી બચવા માટે કેપનો ઉપયોગ કરે છે.
મલાઈકા હાલમાં જીમમાં પણ કેપ લગાવીને જ પહોંચે છે. જીમ વિયરમાં મલાઈકા કેપમાં માત્ર સ્ટાઈલિશની સાથે કુલ પણ નજરે પડે છે.
એકાએક મલાઈકના સ્ટાઈલમાં બદલામ કેમ અને કઈ રીતે આવ્યો. આ તો અમે જાણતા નથી, પરંતુ મલાઈકાનો આ નવો અંદાજ સોશિયલ મીડિયામાં પણ છવાયેલો છે. સોશિયલ મીડિયામાં યૂઝર્સ મલાઈકના નવા અંદાજને પસંદ કરી રહ્યા છે.