બ્રાન્ડેડ કપડા પહેરનારી દીકરીને સાધ્વીના વસ્ત્રોમાં જોઈ માતાના આંખમાંથી આસું છલકાયા

Mon, 28 Jan 2019-2:48 pm,

દિક્ષાર્થી માનવીની કાર ચાલી રહી હતી અને તેની આગળ ઢોલ નગારા વાગી રહ્યા હતા. માનવી આજે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે ત્યારે તેને રૂપિયાનો લોભ છોડી લોકો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. કાર મારફતે માનવી મજૂરગેટ વિસ્તારના જૈન સંઘ ખાતે દીક્ષા ગ્રહણ કરવા પહોંચી હતી. અહીં ગુરુ ભગવંતોની હાજરીમાં તે દીક્ષાની વિવિધ વિધિઓમાંથી પસાર થઈ હતી. જૈન ધર્મગુરુઓના આશીર્વાદ લઈ મોહ માયા અને વૈભવી સંસારનો ત્યાગ કર્યો હતો.

સાંસારિક જીવન અને બંધનથી મુક્ત થવા જઈ રહેલી માનવી જૈનના ચહેરા પર સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. માનવીની માતાના ચહેરા પર દુઃખની લાગણી સાથે ખુશી પણ જોવા મળી રહી હતી. કારણ કે, પોતાની દીકરી આજે સંયમનો માર્ગ અપનાવશે. માનવીને સિંગર બનવાનું સ્વપ્ન તો પહેલેથી જ હતું, તો સાથેસાથે તે લક્ઝુરિયસ કાર અને બ્રાન્ડેડ કપડાં પહેરવાની શોખીન હતી. જે તમામનો આજે ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી જૈન સાધ્વીનો નવો અધ્યાય શરૂ કરશે.

માનવીના દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારજનો તથા જૈન સંઘના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાળપણથી જ તેને ગીત ગાવાનો શોખ હતો. માનવી પોતે સિંગર હોઈ સંસારની મોહ માયા ત્યાગ પહેલા જ તેણે ભક્તિ ગીત પણ ગાયું હતું. સાથે તેના જમવાના પાત્ર અન ગ્રહણ કરનાર જૈન વસ્ત્રોની બોલી લગાવવામાં આવી હતી. જેમાં એક એક વસ્તુની લાખ રૂપિયા ઉપરની બોલી લગાડવામાં આવી હતી. 

દીક્ષા ગ્રહણ કર્યા બાદ માનવી જૈનને નવુ નામ આપવામાં આવ્યું હતું. સુરીશ્વરીજી મહારાજને લોકો દીક્ષા દાનેશ્વરીના નામથી પણ ઓળખે છે. જેઓના સાનિધ્યમાં અત્યાર સુધી 410 લોકોને દીક્ષા આપવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link