Mangal Mahadasha: આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશે
યુદ્ધના દેવતા મંગળની 3 રાશિઓ પર મહાદશા છે જે લગભગ 7 વર્ષ માટે રહેશે. જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને ધનથઈ લઈને વેપાર સુધી પ્રગતિ થશે. કોઈ પણ રાશિ પર મંગળની મહાદશા 7 વર્ષ સુધી રહે છે. તમને એવી 3 રાશિઓ વિશે જણાવીશું જેમના પર મંગળની મહાદશાનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે.
મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી ગ્રહ કહેવાય છે. આ રાશિ પર 7 વર્ષ માટે મંગળની મહાદશા રહેશે. આ દશા શુભ પ્રભાવો સાથે રહેશે. તમે એક સાહસિક વ્યક્તિ કહેવાશો. આ સાથે જ દરેક જોખમભર્યા કામોને તમે સરળતાથી કરી લેશો. સમાજમાં તમારું માન સન્માન વધશે. વેપાર, નોકરી અને કરિયરમાં તમને સફળતા મળશે.
કર્ક રાશિના લોકો પર મંગળની મહાદશા 7 વર્ષ માટે રહેશે. તમને ઈચ્છિત ફળ મળશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો. ધન સંપત્તિમાં વધારો થશે. સમાજમાં તમારી નવી ઓળખ ઊભી થશે. કારોબારમાં પ્રગતિ થશે. ધર્મમાં રસ વધશે. મંગળ ગ્રહની ખાસ મહેરબાની તમારા પર રહેવાની છે.
મીન રાશિના લોકોને પણ મંગળની મહાદશાનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે. જીવનમાં પ્રગતિ અને આર્થિક તંગીથી છૂટકારો મેળવી શકશો. વેપારમાં પ્રગતિ માટે તમને નવી તકો મળશે. જીવનસાથી સાથે તમે કોઈ પ્લાન ઘડી શકો છો. જે ભવિષ્યમાં તમારા સંબંધને વધુ મજબૂત બનાવી શકશે. નોકરીયાતો માટે પ્રમોશનની તકો છે. માન સન્માનમાં વધારો થશે. ધનલાભ થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.