શનિ-મંગળે બનાવ્યો ષડાષ્ટક યોગ, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, ધનલાભની સાથે પ્રગતિનો યોગ
ગ્રહોના સેનાપતિ મંગળ નવગ્રહમાં ખાસ માનવામાં આવે છે, જે એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. મંગળના રાશિ પરિવર્તનની અસર 2 રાશિઓની સાથે દેશ-દુનિયા પર પડે છે. તો બીજીતરફ કર્મફળદાતા શનિ જાતકોને તેની સ્થિતિ પ્રમાણે ફળ આપે છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. તેવામાં શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. શનિની સ્થિતિની વાત કરીએ તો તે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. તેવામાં મંગળની સાથે ષડાષ્ટક રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે. આ યોગ બનવાથી જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલાક જાતકો છે, જેના પર શનિ-મંગળની વિશેષ કૃપા થઈ શકે છે. આવો જાણીએ ષડાષ્ટક યોગ બનવાથી કયા જાતકોને લાભ મળશે...
મેષ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગનું બનવું અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ધનલાભનો યોગ બની રહ્યો છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારમાં તમે કોઈ નવી યોજના બનાવી શકો છો, જેનાથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં પણ તમને ફાયદો થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. લગ્ન જીવન સારૂ રહેવાનું છે.
આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. મંગળ અને શનિ આ રાશિના જાતકોને ફાયદો કરાવશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. તેવામાં તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
કુંભ રાશિના જાતકોને પણ આ યોગ અનુકૂળ રહેશે. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિ રહેશે. બિઝનેસમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. આ સાથે વેપાર સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તેનાથી તમને ખુબ લાભ થવાનો છે. કાર્યસ્થળની વાત કરીએ તો નવી નોકરીની તક મળી શકે છે. આ સાથે તમારા કામની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.