મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!
કર્કના રાશિ સ્વામી ચંદ્રમા છે અને મંગળની ઉચ્ચ રાશિ મકર છે. મકર રાશિના સ્વામી શનિ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા અને મંગળ બંને મિત્ર છે. મંગળ કર્ક રાશિમાં તથા સિંહ રાશિમાં જ્યારે ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ સકારાત્મક હોય છે. મંગળ ગ્રહ મેષ તથા વૃશ્ચિક રાશિના સ્વામી છે. મંગળ 20 ઓક્ટોબરના રોજ બુધની રાશિ મિથુનમાંથી નીકળીને કર્કમાં ગોચર કરી ગયા અને 7 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. આગળ આ રાશિમાં વક્રી પણ થશે જે 21 જાન્યુઆરી 2025 સુધી વક્રી થઈ આ રાશિમાં રહેશે. મંગળના ગોચરથી મંગળની આઠમી દ્રષ્ટિ કુંભ રાશિમાં સ્વગૃહી થઈને શનિ બેઠા છે તેમના પર બની રહી છે જેના કારણે ષડાષ્ટક યોગનું નિર્માણ થયું છે. મંગળ અને શનિની દ્રષ્ટિ એક બીજા પર બનવી એ ઠીક ગણાતું નથી. તેનાથી બનેલો ષડાષ્ટક યોગ દેશ દુનિયામાં ભારે ઉથલપાથલનું કારણ બનશે. આ સાથે જ અનેક લોકોના જીવનમાં ઉતાર ચડાવ આવશે. પરંતુ 4 રાશિવાળા માટે તે લાભદાયી સાબિત થઈ શકે છે.
વૃષભ રાશિવાળા માટે આ યોગ ફાયદાકારક રહી શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમારા કામ ઝડપથી પૂરા થશે. નોકરી કરનારાઓને ગૂડ ન્યૂઝ મળશે. ઈચ્છીત પદ, પૈસા મળશે. બધુ મળીને દરેક પડકારને પાર કરીને જીત મેળવશો.
મંગળ ગોચરથી બનેલા ષડાષ્ટક યોગથી મિથુન રાશિવાળાને લાભ થઈ શકે છે. તમારા કામના વખાણ થશે. તમારું માન સન્માન વધશે. નવી નોકરીની શોધ પૂરી થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે.
તુલા રાશિવાળા માટે આ સમય અદભૂત રહેશે. એવું પણ કહી શકાય કે જાણે લોટરી લાગશે. તમારી આવક વધશે. કરિયરમાં ઊંચાઈ હાંસલ કરશો. બોસ ખુશ રહેશે. તમે પોતે પણ બોસ બનો તેવા યોગ છે. બેંક બેલેન્સ વધશે.
મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિવાળાને નોકરી વેપારમાં ફાયદો કરાવશે. નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સફળતા મળશે. જીવનમાં ખુશીઓ અને શાંતિ આવશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)