Pics : મણિકર્ણિકા બીજી કોઈ નહિ પણ મરાઠાઓની ‘મનુ’ હતી, અંગ્રેજો પણ તેનાથી ડરતા

Wed, 03 Oct 2018-4:38 pm,

મણિકર્ણિકા બીજી કોઈ નહિ, પરંતુ ઝાંસીની રાણી છે. તેનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને તેમને પ્રેમથી મનુ અને છબીલીના નામથી ઓળખવામાં આવતી હતી. તેમનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ થયો હતો. મરાઠા બ્રાહ્મણ પરિવારમાંથી સંબંધ ધરાવતી મણિકર્ણિકા બાળપણથી જ શાસ્ત્રો અને શસ્તના જ્ઞાનની રાણી કહેવાતી હતી. તેમના પિતા મોરોપંત મરાઠા બાજીરાવ (દ્વિતીય)ની સેવા કરતા હતા અને માતા ભાગીરથીબાઈ બુદ્ધીમાન અને સંસ્કૃત જાણનારી વિદ્વાન કહેવાતી હતી. પરંતુ મણિકર્ણિકાના જન્મના 4 વર્ષ બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી મણિકર્ણિકાને ક્યારેય માતાનો પ્રેમ મળ્યો ન હતો.

1842માં 14 વર્ષની ઉંમરમાં મણિકર્ણિકાના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે થયા. રાજા ગંગાધર રાવ ઝાંસીના યોગ્ય મરાઠા રાજા હતા. તેમના કાર્યકાળ પહેલા ઝાંસી અંગ્રેજોના વ્યાજ તળે ડુબાયેલું હતું. પંરતુ સત્તામાં આવવાના થોડા વર્ષોમાં જ તેમણે અંગ્રેજોને રાજ્યમાંથી દૂર કર્યા હતા. આ સમયે રાણી મણિકર્ણિકા તેમની સાથે હતી. આ કારણે જ રાજા ગંગાધર મણિકર્ણિકાને શુભ માનતા હતા. આ કારણે જ તેમને માતા લક્ષ્મીનું નામ આપ્યું, અને તેમને નવુ નામ મળ્યું રાણી લક્ષ્મીબાઈ. 

રાણી લક્ષ્મીબાઈ અને રાજા ગંગાધરને લગ્નના 8 વર્ષ બાદ 1851માં એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જે માત્ર 4 મહિના જ જીવિત રહ્યો હતો. તેના મૃત્યુ બાદ રાજા ગંગાધર દુખી અને બીમાર રહેવા લાગ્યા. બીમાર પતિને જોતા રાણી લક્ષ્મીબાઈએ તેમને પુત્ર દત્તક લેવાની સલાહ આપી હતી. પુત્રના મૃત્યુના બે વર્ષ બાદ 1853માં રાજા ગંગાધરનું પણ નિધન થયું હતું. આ પહેલા જ ગંગાધર રાવે એક પુત્રને દત્તક લીધો હતો, જેનું નામ દામોદર રાવ રાખ્યું હતું. દીકરો અને રાજા ગંગાધર રાવના મૃત્યુ બાદ રાણી લક્ષ્મીબાઈ પણ ધીરે ધીરે નબળા પડતા ગયા અને આ વાતનો ફાયદો અંગ્રેજી સરકાર અને પાડોશી રાજ્યોએ ઉઠાવ્યો. બધાએ મળીને ઝાંસી પર આક્રમણ શરૂ કર્યું હતું. 

1857 સુધી ઝાંસી ચારે તરફથી હિંસાથી ઘેરાઈ ચૂક્યુ હતું અને ઝાંસીને દુશ્મનોથી બચાવવાની જવાબદારી ખુદ રાણી લક્ષ્મીબાઈએ પોતાના હાથમાં લીધી હતી. તેમણે પોતાની મહિલા સેના તૈયાર કરી અને તેને નામ આપ્યું દુર્ગા દળ. આ દુર્ગા દળના પ્રમુખ માટે તેમણે પોતાની હમશકલ ઝલકારી બાઈને બનાવી હતી. રાણી લક્ષ્મીબાઈની હમશકલ ઝલકારી બાઈ દુશ્મનોને ગુમરાહ કરવાનું કામ કરતી હતી. તે રાણી લક્ષ્મીબાઈની જેમ કપડા અને દાગીના પહેરતી અને મેદાનમાં ઉતરતી. પરંતુ એકવાર ઝલકારી બાઈ અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ હતી. તેમની વીરતાને આજે પણ બુંદેલખંડમાં લોકગાથાઓ અને લોકગીતો દ્વારા સંભળાવવામાં આવે છે. એટલું જ નહિ, ભારત સરકારે 22 જુલાઈ, 2001ના રોજ ઝલકારી બાઈને સન્માનિત કરવા એક પોસ્ટ ટિકીટ પણ બહાર પાડી હતી.

1858માં એક યુદ્ધ દરમિયાન અંગ્રેજી સેનાએ ઝાંસીને ચારેતરફથી ઘેરી લીધું હતું અને સમગ્ર શહેર પર કબજો મેળવ્યો હતો. પરંતુ રાણી લક્ષ્મીબાઈ ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહી હતી. ત્યાંથી નીકળીને તે તાત્યા ટોપેને મળી હતી. રાણી લક્ષ્મીબાઈએ તાત્યા ટોપે સાથે મળીને ગ્વાલિયરના એક કિલ્લા પર કબજો મેળવ્યો હતો. પરંતુ 18 જૂન, 1858માં અંગ્રેજો સામે લડતા લડતા 23 વર્ષની ઉંમરમાં રાણી લક્ષ્મીબાઈનું મૃ્ત્યુ થયું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link