Drugs Case માં આરોપી છૂટી ગયા તો પોલીસ અધિકારીને પોતાના પર જ ચડ્યો ગુસ્સો, કર્યું આ કામ
વૃંદાએ મેડલ પાછા આપતા મુખ્યમંત્રી એન બીરેન સિંહને પત્ર લખ્યો અને તેમાં કોર્ટના આદેશને મેડલ પાછા આપવાનું કારણ જણાવ્યું. ડ્રગ્સ કેસમાં ભાજપના પૂર્વ એડીસી ચેરમેન અને અન્ય 6 લોકો સામે આરોપ લાગ્યા હતા.
પોલીસ અધિકારીને ડ્રગ્સ કેસમાં તપાસ માટે જ આ મેડલ અપાયા હતા. કોર્ટે ડ્રગ્સ કેસમાં તપાસને અસંતોષજનક ગણતા તમામ આરોપીઓને આરોપમુક્ત કર્યા.
વૃંદાને ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં મહત્વના યોગદાન માટે 13 ઓગસ્ટ 2018ના રોજ મુખ્યમંત્રી પોલીસ પદકથી સન્માનિત કરાયા હતા. લામફેલની એનડીપીએસ કોર્ટે ભાજપના પૂર્વ સ્વાયત્ત જિલ્લા પરિષદ એડીસીના અધ્યક્ષ લુખોશી જો અને છ અન્ય લોકોને તમામ આરોપોમાં મુક્ત કર્યા. તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. જૂન 2018માં વૃંદા NABમાં ASPના પદે હતા. તેમણે પશ્ચિમ ઈમ્ફાલમાં Lhukosei Zou ના ઘર પર દરોડો માર્યો હતો અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં 20 જૂનના રોજ તેમણે Lhukosei Zou સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
વૃંદાએ પોતાના પત્રમાં લખ્યું કે 'મને નૈતિક રીતે એ મહેસૂસ થયું કે મેં દેશની અપરાધિક ન્યાય પ્રણાલી મુજબ મારી ડ્યૂટી નીભાવી નથી. આથી મારી જાતને સન્માનને લાયક સમજતી નથી અને રાજ્યના ગૃહ વિભાગને મેડલ પરત કરી રહી છું. જેથી કરીને વધુ યોગ્ય અને વફાદાર પોલીસ અધિકારીને આ મેડલ મળી શકે.'