BJP નેતા મનોજ તિવારીની પહેલી પત્નીએ શેર કર્યા એવા PHOTOS, ધડાધડ થઈ ગયા વાયરલ
મનોજ તિવારીની પહેલી પત્નીનું નામ રાની તિવારી છે. રાની તિવારી એક સમયે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય હતી. બંનેની એક પુત્રી પણ છે.
રાની તિવારીએ કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે જોત જોતામાં વાયરલ થઈ ગઈ. આ તસવીરોમાં મનોજ તિવારી પણ તેની સાથે છે.
મનોજ તિવારી અને રાનીના લગ્ન 1999માં થયા હતા. બંનેની એક પુત્રી રીતિ છે. મનોજ તિવારી અને રાનીએ વર્ષ 2012માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.
મનોજ તિવારી અને રાની તિવારીના ડિવોર્સ પાછળ શ્વેતા તિવારીનું નામ આવતું હતું. બંને તે વર્ષે લોકપ્રિય ટીવી શો બિગ બોસના ઘરમાં જોવા મળ્યા હતા. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાનીએ મનોજ સાથે ડિવોર્સ લઈ લીધા હતા. ત્યારબાદ મનોજ તિવારીએ બીજા લગ્ન કરી લીધા.
રાની તિવારી હાલના સમયમાં તો ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તે તેની પુત્રી સાથે મુંબઈમાં રહે છે. રાની તિવારી ડાયેટિશિયન છે. આ સાથે જ પુત્રીના નામથી રીતિ સ્પોર્ટ્સ કંપની પણ ચલાવે છે. આ કંપની જાણીતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના કામકાજને મેનેજ કરે છે. રાની આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.