આ વૈભવી ઘરોમાં રહે છે Mark Zuckerberg, એક નહીં 10 ઘરનો છે માલિક
માર્ક ઝુકરબર્ગ પાસે પાલો અલ્ટો, સાન ફ્રાન્સિસ્કો, લેક તાહો અને હવાઇમાં આશરે 1,400 એકર જમીન અને 10 ઘર છે. જો કે, તેઓ જે કમાય છે તે મુજબ, તેમના ઘરો પર ખર્ચ એટલો નથી. ફોર્બ્સના મતે તેમની કુલ સંપત્તિ 120 મિલિયન ડોલરથી વધુ છે.
કેલિફોર્નિયાના પાલો અલ્ટોનું આ ઘર 5,617 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં 5 બેડરૂમ, લાકડાના ફ્લોરિંગવાળા 0.41 એકરમાં પાંચ બાથરૂમ છે. Architectural Digest અનુસાર, તેઓએ લગ્ન કર્યાના એક વર્ષ અગાઉ 2011 માં 7 મિલિયન ડોલરમાં આ ઘર ખરીદ્યું હતું.
બ્રશવુડ એસ્ટેટમાં 6 એકર જમીન પર 5,322 ચોરસ ફૂટ, છ બેડરૂમ, પાંચ બાથરૂમવાળું ઘર છે. પરમિટ રેકોર્ડ મુજબ, મુખ્ય ઘરમાં એક આંગણું અને ગેરેજ છે, જ્યારે ગેસ્ટ હાઉસમાં એક ડેક છે. આજે આ હવેલીમાં બધું બદલાયું છે. હવેલીમાં સ્વિમિંગ પૂલ, સનરૂમ, એન્ટરટેનમેન્ટ પેવેલિયન, બાર્બેક્યુ, સ્પા અને વરંડો છે.
Realtor.com અનુસાર, પહેલા આ ઘરમાં ઓસ્કર ડે લા રેંટા ફેશન શો અને લેક તાહો સમય મ્યૂઝિક ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું.
લેક તાહો જે કેલિફોર્નિયા અને નેવાદાની સરહદમાં આવેલું છે. દાયકાઓથી સેલિબ્રિટીઝની પ્રિય જગ્યા છે. જેમાં ફ્રેન્ક સિનાત્રા, કિમ કાર્દશિયન અને જીન સીમન્સના ઘર છે, જેઓ વેકેશન માટે આવે છે.
ઝુકરબર્ગે કેલિફોર્નિયાના ડોલોરેર્સ હાઇટ્સમાં 2012 માં એક ઘર ખરીદ્યું હતું. 7368 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ ઘર શહેરની અંદર છે. તેને ઝુકરબર્ગે 10 મિલિયન ડોલરમાં ખરીદ્યુ હતું, ત્યારબાદ તેના રીનોવેશન પર 1.8 મિલિયન ડોલરનો ખર્ચ અલગથી કર્યો હતો. આ ઘરમાં ચાર માળ અને 23 રૂમ છે, 1928 ની આ મિલકત ઝુકરબર્ગે સંપૂર્ણપણે બદલી હતી.
ઝુકરબર્ગને હવાઈને ખૂબ પસંદ છે, તેથી જ તેણે ત્યાં ઘણી જમીન ખરીદી છે. 2014 માં તેણે અહીં 707 એકર જમીન પર 116 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. સ્થાનિક અખબાર ગાર્ડન આઇલેન્ડ અનુસાર, તેમાં 16 કાર ગેરેજ અને ઓફિસની સાથે 6,100 ચોરસ ફૂટ ઘર સામેલ છે.