લગ્ન કરવા મંડપે પહોંચ્યો દુલ્હો, વરમાળા પહેલા દુલ્હનના એક સવાલથી પરત ફર્યો વરઘોડો

Sun, 09 May 2021-5:30 pm,

30 એપ્રિલની રાત્રે વરઘોડો દુલ્હન પક્ષના દરવાજે આવી પહોંચ્યો હતો, તે દરમિયાન મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. આ વચ્ચે દુલ્હા-દુલ્હન એક બીજાને વરમાળા પહેરાવવા સ્ટેજ પર આવ્યા તે દરમિયાન વરરાજા અજીબોગરીબ હરકત કરવા લાગ્યો, આ બધુ જ દુલ્હન જોઇ રહી હતી. દુલ્હને દુલ્હાને વરમાળા પહેરાવતા પહેલા એક સવાલ પૂછ્યો. 

દુલ્હને કહ્યું કે, જો તે આ સવાલનો જવાબ આપશે તો જ તે લગ્ન કરશે. જો જવાબ નહીં આપી શકે તો લગ્ન કરશે નહીં. ખરેખરમાં દુલ્હને દુલ્હાને બેનો ઘડિયો બોલવા કહ્યું હતું. દુલ્હનના સવાલ બાદ દુલ્હો પહેલા કંઈ સમજી શક્યો નહીં. ત્યારબાદ તે આમતેમ જોવા લાગ્યો અને તેની પોલ ખુલી ગઈ. ત્યારબાદ દુલ્હને દુલ્હા સાથે સાત ફેરા લેવાથી ઇનકાર કર્યો અને વરમાળા પહેરાવી ન હતી.

દુલ્હને સ્પષ્ટપણે ના પાડતા કહ્યું તે આ લગ્ન નહીં કરે. એટલું જ સાંભળતાની સાથે વરઘોડીયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખુશીનો માહોલ તણાવમાં ફેરવાઈ ગયો હતો. કોઈને સમજાઈ રહ્યું ન હતું કે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો. દુલ્હને કહ્યું કે, તે કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન નથી કરી શક્તી, જેને ગણિતની મૂળ વાતો પણ ખબર નથી. કલાકો સુધી થયેલી ચર્ચા બાદ મામલો ઉકેલાઈ રહ્યો ન હતો અને આખી રાત દુલ્હનને માનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. 

દુલ્હને કોઈની વાત સાંભળી નહીં. જ્યારે પોલીસને આ મામલે જાણકારી મળી તો તેમણે પણ સમજાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ છોકરી કોઈની વાત સાંભળી રહી ન હતી. આખરે છોકરીની વાત તમામ લોકોએ સ્વીકારી લીધી. છોકરી પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને માંગ કરી કે જે રૂપિયા ખર્ચ છા છે તેને પરત કરવામાં આવે. પોલીસવડા વિનોદ કુમારનું કહેવું છે કે બંને પક્ષોની વાત સાંભળવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ એક અરેન્જ મેરેજ હતા.  

પોલીસવડા વિનોદ કુમારે કહ્યું કે, બંને પક્ષોના લોકોએ વાતચીત કરી અને સમજોતો કર્યો. વાતચીતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બંને પક્ષોના લોકો એક બીજાને આપવામાં આવેલી ગિફ્ટ અને દાગીના પરત કરશે. તેમની પરસ્પરની સંમતિને જોતો પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બધુ એટલા માટે થયું કે છોકરીને ખોટું બોલવામાં આવ્યું હતું.

વરઘોડો આવ્યા બાદ તમામ વિધિ શરૂ થઈ ગઈ હતી. પરંતુ છોકરીને સમજાઈ ગયું હતું કે છોકરો એટલું ભણેલો નથી, જેટલું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ છોરીએ નક્કી કર્યું હતું તે જાતે આ વાતની જાણખારી મેળવશે. તેથી વરમાળાથી પહેલા છોકરીએ છોકરાને સવાલ પૂછ્યો અને તે જણાવી શક્યો નહીં. છોકરીની શંકા સાચી નીકળી, જેથી તેણે તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link