મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત
અલ્ટો કે 10 (Alto K10) રેંજમાં VXi AGS અને VXi+ AGS વેરિએન્ટની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ વેરિન્ટની કિંમત હવે ક્રમશ: 5.56 લાખ અને 5.85 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) છે. તમારા માટે આ સારા સમાચાર છે કે તેના ભાવમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત અલ્ટો કે 10 (Alto K10) ના અન્ય વેરિએન્ટની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અલ્ટોના કે 10 એક્સ શોરૂમની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.96 લાખ રૂપિયા સુધી જાય છે. આ હેચબેકને કંપની ચાર વેરિએન્ટ Std, LXi, VXi અને VXi+ માં વેચી રહી છે.
અલ્ટો કે 10 ની સૌથી મોટી ખાસિયત તેની ફ્યૂલ એફિસિએન્ટ એન્જીન છે જે પેટ્રોલ અને સીએનજી બંનેમાં સારી માઇલેજ આપે છે. અલ્ટો કે 10 માં કંપનીએ 999 સીસીનું 1-લીટરનું સીરીઝ પેટ્રોલ એન્જીન આપ્યું છે જે 67 બીએચપીની પાવર અને 89 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.
આ કાર પેટ્રોલમાં 24 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજીમાં 35 કિલોમીટરની માઇલેજ આપે છે. એટલે કે અલ્ટો કે 10 ને ચલાવવાનો ખર્ચ એક બાઇક જેટલો છે. આમ કાર બહુ જ સસ્તી પડે છે.
જો ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ, એપ્પલ કારપ્લે, એંડ્રોઇડ ઓટો, ચાવી વિના એન્ટ્રી, ડિજીટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ, મેન્યુઅલ રૂપથી એડજસ્ટેબલ ઓઆરવીએમ જેવા ફીચર્સ મળી જાય છે.