MARUTI SUZUKI ની 4 નવી કાર માર્કેટમાં કરશે દમદાર એન્ટ્રી, આપશે જબરદસ્ત માઈલેજ

Sat, 14 Aug 2021-11:27 pm,

સૌથી વધારે વેચાતી 5 સીટર કારની યાદીમાં મારુતિ સુઝુકી સ્વીફટનું નામ ટૉપ પર આવે. લોકો આ કારના લુક્સ અને પર્ફોમન્સના દીવાના છે. એકતરફ પેટ્રોલના ભાવ વધતા લોકોને કારમાં મુસાફરી પરવડતી નથી તેવામાં મધ્યમવર્ગીય પરિવારને ધ્યાનમાં રાખી આ કારનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ કારના સંભવિત ફિચર્સની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું ડ્યૂલજેટ K12C પેટ્રોલ એન્જિન લાગેલું હશે, જો કે 70 bhp સુધીના પાવર અને 95Nm સુધીનો ટોર્ક જનરેટ થઈ શકશે.

મારુતિ સુઝુકીની આરામદાયક અને સ્પેશિયસ 5 સીટર ડિઝાયર કાર જલ્દી જ CNG વેરિઅન્ટ સાથે માર્કેટમાં એન્ટ્રી લેશે. આ કારની સંભવિત ખાસિયતોની વાત કરીએ તો તેમાં CNG કિટ સાથે 1.2 લિટરનું Dualjet K12C પેટ્રોલ એન્જિન લાગેલું હશે. આ કારમાં 70bhp સુધીનો પાવર અને 95Nm સુધીનો ટોર્ક જનરેટ થઈ શકશે.

ભારતમાં CNG કારની ડિમાન્ડને લઈ મારુતિએ વિટારા બ્રેજાનું CNG વેરિઅન્ટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ કારમાં 1.5 લિટર K15 નેચુરલી એસ્પિરેટેડ એન્જિન જોવા મળશે. જે 91 bhp સુધીના પાવર અને 122 Nm સુધીનો ટોર્ક જનરેટ કરી શકશે. બ્રેજા CNGને  5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે રજૂ કરવામાં આવશે.

મારુતિ સુઝુકી જેન સેલેરિયોમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઈન્ફોટમેન્ટ સિસ્ટમ, મલ્ટી સ્ટેયરિંગ વ્હીલ સહિત અન્ય ફિચર્સ પણ જોવા મળશે. આ કારમાં WagonRની જેમ 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળશે અને જે 83bhp સુધીનો ટોર્ક પાવર જનરેટ કરી શકશે. આ એન્જિન સેલેરિયોના ઉપલબ્ધ મોડલ કરતા વધુ દમદાર છે. અપકમિંગ સેલેરિયોમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ જેવા ઓપ્શન મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link