મારૂતીની નવી Swift પર બંપર ઓફર, જાણો કઇ કાર પર કેટલી છે ઓફર?

Sun, 16 Sep 2018-3:02 pm,

મારૂતીની ઓલ ન્યૂ સ્વિફ્ટ પર કંપની 40 હજાર રૂપિયાની સુધીની છુટ આપી રહી છે. જેમાં 20 હજાર રૂપ્યા કેસ બોનસ અને 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. ગણેશ ચતુર્થી પર આ ઓફરને લાગુ કરવામાં આવી છે. ત્યારે આ દશેરા સુધી રહેવાની સંભાવના છે. જોકે, હાલમાં આ ઓફર સપ્ટેમ્બર મહિના માટે જ આપવામાં આવી છે. રિટેલરથી બુકિંગ કરાવતા સમયે તેમારે આ ઓફની જાણકારી લેવી પડશે.

મારૂતીની નાની કારોમાં સૌથી પાવરફુલ કાર અલ્ટો K10ની એએમટી વર્ઝન પર 85 હજાર રૂપિયા સુધીની છુટ આપી રહ્યા છે. જોકે, ડીલર-ડીલર પર નિર્ભર કરે છે. જેમાં 27 હજાર કેશ ડિસ્કાઉન્ટ, 35 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જોકે, એક્સચેન્જ બોનસ જુની કારના વર્ષ ઓફ મેન્યૂફેક્ચરિંગ પર નિર્ભર કરે છે. સાત વર્ષ જની કાર પર જ 35 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 7 વર્ષથી વધારે જુની કાર પર 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે.

મારૂતીની સેલેરિયોના એએમટી વર્ઝન પર 60 હજાર રૂપિયા સુધીની છુટ મળી શકે છે. સેલેરિયોના બંને વર્ઝન સ્ટેંડર્ડ હેચબેક અને ક્રોસ હેચબેક પર આ છુટ મળી રહી છે. જેમાં 30 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 30 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. જો, CNG વર્ઝન પર 50 હજાર રૂપિયા સુધીની છુટ મળી રહી છે.

મારૂતીની બીજી સૌથી લોક પ્રિય કાર વેગનઆરના એએમટી મોડલ પર તમને બંપર ઓફર મળી શકે છે. આ મોડલ તેમને એક લાખ રૂપિયા સુધી સસ્તી મળી રહી છે. આ સાથે બીજા બેનિફિટનો પણ ફાયદો ઉઠાવી શકો છો. જોકે, તેમાં CNG વેરિયંટ્સ પર તેમને અવેલિબિલિટીના હિસાબથી ડિસ્કાઉન્ટ મળી શકે છે.

હ્યૂંડાઇની નાની કાર ઇઓનએ ટુકાગાળામાં ઓલ ન્યૂ AH2 ટોલ બોય હેચબેક રિપ્લેસ કરશે. તેની ખરીદી પર તમને 55 હજાર રૂપિયા સુધીની છુટ મળી શકે છે. જેમાં 45 હજાર રૂપિયા કેશ અને 10 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ મળી શકે છે. હ્યૂંડાઇની ગ્રેંડ i10 પર 50 હજાર રૂપિયા કેશ અને 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.

મહિંદ્રાની KUV100 NXTના પેટ્રોલ અને ડીઝલ મોડલ્સ પર સપ્ટેમ્બરમાં 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. મહિંદ્રા KUV100 K6+ અને K8 પર 40 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 30 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ ઉપરાંત ફોર્ડની ફિગો પર 65 હજાર રૂપિયા સુધીની બચત થઇ શકે છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ પણ સામેલ છે. ડેટસનની રેડી ગો પર 50 હજાર રૂપિયા સુધીની બચત થઇ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link