5.54 લાખની આ કારના દીવાના બન્યા લોકો! વેચાઈ ગઈ 10 લાખ ગાડીઓ

Fri, 12 Jul 2024-6:04 pm,

તેમ છતાં કેટલીક એવી કાર છે, જેની માંગ સતત જોવા મળી રહી છે. આવી એક કાર છે મારૂતિ સુઝુકીની વેગનઆર. મારૂતીની ટોલ બ્વોય કહેવાતી આ કારે સતત ગતિ પકડી રાખી છે.

તેની લોકપ્રિયતાનો અંદાજ તમે તેના પરથી લગાવી શકો છો કે તેના લેટેસ્ટ જનરેશન મોડલના આશરે 10 લાખ યુનિટ્સ વેચાયા છે.   

તેમને જણાવી દઈએ કે તેના લેટેસ્ટ જનરેશન મોડલને કંપનીએ વર્ષ 2019ની શરૂઆતમાં રજૂ કર્યું હતું. છેલ્લા 5.5 વર્ષમાં આ કારને 10 લાખથી વધુ ગ્રાહકો મળ્યા છે.

મારૂતિ સુઝુકી વેગનઆર પોતાની ખાસ બોક્સી ડિઝાઈનને કારણે જાણીતી છે. તે કાર બે પેટ્રોલ એન્જિન વિકલ્પની સાથે આવે છે. 

એક વેરિએન્ટમાં 1.0 લીટરની ક્ષમતાનું એન્જિન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા વેરિએન્ટમાં 1.2 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 5-સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે આવે છે.  

આ કાર CNG વેરિએન્ટમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 23.56 કિલોમીટર અને સીએનજી વેરિએન્ટ 34.05 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. 

તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકરવાળી મ્યૂઝિક સિસ્ટમ અને સ્ટીયરિંગ પર ઓડિયો અને ફોન કંટ્રોલ મળે છે. 

આ સિવાય ડુઅલ ફ્રંટ એરબેગ, ઈબીડીની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર અને હિલ-હોલ્ડ અસિસ્ટ જેવા સેફ્ટી ફીચર આપવામાં આવ્યા છે. 

તેની કિંમત 5.54 લાખથી લઈને 7.42 લાખ રૂપિયા વચ્ચે છે. નાના પરિવાર માટે આ આઇડલ કાર છે અને તેને ખુબ પસંદ કરવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link