અરવિંદ કેજરીવાલના શપથગ્રહણમાં ઉમટ્યો માનવ મહેરામણ, PICS

Sun, 16 Feb 2020-3:49 pm,

અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું છે કે અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીની AAP સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ છે. જોકે છેલ્લા એક વર્ષમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર સાથે સહયોગ સાધવાની નીતિ અપનાવી છે. 

કેજરીવાલે કહ્યું કે દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. 

પોતાના વકતવ્યમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું.

કેજરીવાલની શપથવિધિ  જોવા માટે દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રામલીલા મેદાનમાં સીએમ અરવિંદ કેજરીવાલ સિવાય અન્ય 6 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. નવી સરકારમાં મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, ઇમરાન હુસૈન, કૈલાશ ગહલોત અને રાજેન્દ્ર પાલ ગૌતમ કેજરીવાલ સરકારના મંત્રી બની ગયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link