ખેડાની કંપનીમાં ભીષણ આગ, આગના ધુમાડાનું વાદળ બન્યું, ડરાવના છે આ દ્રશ્યો
અમદાવાદથી ખેડા હાઇવે તરફ જતા ગોબલજ ખાતે ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા જ ભયાવહ દ્રષ્યો જોવા મળ્યા હતા. આગના ગોટે ગોટા ઉડતા દૂરથી આકાશમાં કાળા વાદળો જેવા દ્રશ્યો ઉભા થયા હતા.
આગના બનાવને પગલે ફાયર વિભાગ દોડતુ થયું હતું. પરંતુ ખેડાના ફાયર વિભાગની ગાડીઓ પણ ઓછી પડી હતી, જેથી આસપાસના તાલુકામાંથી ફાયર ફાઈટર્સની ટીમ દોડી આવી હતી.
નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા, ધોળકા, બારેજાં, અસલાલી, અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. છતાં આજે સોમવારે સવારે પણ ભીષણ આગ બેકાબૂ છે.