જુઓ સચિન તેંડુલકરની તેમના ગુરૂ રમાકાંત આચરેકર સાથેની તસ્વીરો

Wed, 02 Jan 2019-7:35 pm,

વિશ્વ ક્રિકેટને સચિન તેંડુલકરની ભેટ આપનાર તેમના ગુરૂ રમાકાંત આચરેકરનું આજે નિધન થયું છે.   

આચરેકરે ક્રિકેટમાં આપેલા યોગદાન માટે પદ્મ શ્રી અને દ્રોણાચાર્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  

રમાકાંત આચરેકરની કોચિંગમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી. સમીર દીધે, પ્રવીણ આમરે. ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની રમતને નિખારી હતી.  

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આટલો મોટો ક્રિકેટર બન્યા બાદ પણ ક્યારેય તેમના ગુરૂને ભૂલ્યો નથી. તે અનેક પ્રસંગે તેમને મળતો તથા યાદ કરતો હતો. જ્યારે સચિને પોતાના બુક લખી ત્યારે પણ તેમણે પોતાના ગુરૂને આપી હતી. તો સચિન તેંડુલકરની બાયોપિક આવી ત્યારે પણ તે પોતાના ગુરૂને આ ફિલ્મ જોવા માટે લઈ ગયો હતો. 

સચિને બાળપણમાં જ્યારે ક્રિકેટ શિખવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેના ભાઈ અજીત તેંડુલકરે શિવાજી પાર્કમાં સચિનની આચરેકર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ અહીંથી ગુરૂ-શિષ્ય તેંડુલકર-આચરેકરની આ જોડીને વિશ્વભરમાં ખ્યાતી મળી હતી. 

 

રમાકાંત આચરેકરનું નિધન થતા ઘણા ક્રિકેટરો શોકમાં છે. બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link