Matka Water Side Effects: નુકસાન પહોંચાડી શકે છે મટકાનું પાણી! આ 4 વાતોનું રાખો ધ્યાન

Sat, 03 Jun 2023-7:58 pm,

પાણીને કુદરતી રીતે ઠંડુ રાખતા મટકા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે કોઈ આવું વિચારતું નથી. જો કે, કેટલીક બેદરકારીને કારણે જ આવું થાય છે. તો ચાલો જાણીએ કે તેના ફાયદા શું છે અને આપણે તેના ગેરફાયદાથી કેવી રીતે બચી શકીએ.

લાંબા સમય સુધી મટકામાં પાણી ભરી રાખવું બીમારીનું કારણ બની શકે છે. આમ કરવાથી ગરમીમાં ગંદા પાણીથી થનારી બીમારી (ટાઇફોઇડ અને કોલેરા) નો ખતરો વધી જાય છે.

 

 

મટકામાં લાંબા સમય સુધી પાણી રાખવાથી ડાયરિયા અને પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેવામાં આ બીમારીથી બચવા માટે તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડશે. 

 

 

- દરરોજ મટકાને સાફ કરી નવું પાણી ભરો

- મટકાને હંમેશા ઢાંકીને રાખો

- મટકામાં હાથ નાખીને પાણી ક્યારેય ન કાઢો

- મટકામાં લપેટવામાં આવેલા કપડાને દરરોજ સાફ કરો

શરીરને ઠંડક આપવા ઉપરાંત વાસણમાં રહેલું પાણી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં પણ મદદ કરે છે. માટીના વાસણોમાં પાણીમાંથી ગંદકી અને ઝેર પણ દૂર થાય છે. તે વોટર પ્યુરીફાયરની જેમ કામ કરે છે.

મટકાના પાણીના ફાયદાનું લિસ્ટ

- પેટની સફાઈ કરે છે.

- પાચનને સારૂ બનાવવામાં મદદ કરે છે.

- શરીરમાં ઇલેક્ટ્રોનાઇટની કમીને દૂર કરવામાં મદદ કરે છે. 

 

 

આ પણ છે ફાયદા

- મટકાના પાણીથી ગળામાં ખરાબી જેવી સમસ્યા થતી નથી

-  ઇમ્યુનિટી મજબૂત થાય છે

- બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે

- તમારી ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક છે. 

 

 

Disclaimer: સલાહ સહિત આ લેખ સામગ્રી સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સના આધાર પર આ લખવામાં આવ્યું છે. તેના ફાયદા અને નુકસાનને લઈને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link