Meaning Of Dreams: સપનામાં પરિણીત સ્ત્રી કે સુંદર યુવતી દેખાઈ તો શું થાય, જાણો

Mon, 05 Jun 2023-4:43 pm,

હંમેશા સુવા સમયે આપણે મહિલા કે યુવતીને અલગ-અલગ અવસ્થામાં જોઈએ છીએ. તેવામાં જો તમને પણ સુવા સમયે આવા સપના આવે છે તો આવો જાણીએ યુવતી કે મહિલા સપનામાં જોવા મળે તો તેનો શું અર્થ થાય છે. 

 

 

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં અખંડ સૌભાગ્યવતિ સ્ત્રી જોવા મળે તો સફળતાનો સંકેત માનવામાં આવે છે. જો તમને પરિણીત સ્ત્રી જોવા મળે તો તેનો મતલબ છે કે તમને મોટી સિદ્ધિ મળવાની છે. 

 

સપનામાં જો કોઈ ઘરેણા પહેરેલી મહિલા જોવા મળે તો તેનો અર્થ છે કે તમારા અટવાયેલા કામ પૂરા થવાના છે. તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. 

 

 

તો તમને સપનામાં કોઈ સુંદર મહિલા દેખાય છે તો તેને શુભ માનવામાં આવે છે. આવા સપનાનો અર્થ છે કે તમારા પર માં લક્ષ્મી પ્રસન્ન છે અને તમને ધનલાભ થઈ શકે છે. 

 

જો તમે સપનામાં વૃદ્ધ મહિલા જુઓ છો તો તેને શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર વૃદ્ધ મહિલાઓને સપનામાં જોવી તે વાતનો સંકેત છે કે આવનારા સમયમાં તમને ધન ધાન્ય અને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. 

 

જો તમને સપનામાં કોઈ સુંદર યુવતી કે પરી જોવા મળે છે તો તે શુભ સંકેત છે. તેનો અર્થ થયો કે તમને જલદી એશ્વર્ય સુખની પ્રાપ્તિ થવાની છે. 

 

 

જો તમે સપનામાં કોઈ મહિલા સાથે વાત કરી રહ્યાં છો તો તેને શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારી સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માન્યતા વિવિધ જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link