Rose Day: આપી શકાય છે દરેક રંગના ગુલાબ, દરેક રંગનો છે ખાસ મતલબ

Thu, 07 Feb 2019-1:49 pm,

લાલ ગુલાબ : લાલ ગુલાબ એ વ્યક્તિને આપવામાં આવે છે જેને તમે બહુ પ્રેમ કરો છો અને જેની તમારી જિંદગીમાં ખાસ જગ્યા છે. 

સફેદ ગુલાબ : સફેદ  ગુલાબ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. જોકે તમે ગુસ્સે થયેલા મિત્રને મનાવવા ઇચ્છતા હો તો પણ સફેદ ગુલાબ આપી શકાય છે. 

પીળું ગુલાબ : પીળું ગુલાબ મિત્રતાનું પ્રતીક છે. તમે મિત્રોને આ રંગનું ગુલાબ આપીને મિત્રતાને સેલિબ્રેટ કરી શકો છો.

ગુલાબી ગુલાબ : ગુલાબી ગુલાબ પ્રશંસા, ખુશી અને કૃતજ્ઞતાનો રંગ છે. તમે આ રંગનું ગુલાબ એ વ્યક્તિને આપી શકો છો જેને તમે ખાસ માનો છે.

નારંગી ગુલાબ : નારંગી રંગ પેશન અને એનર્જીનું પ્રતીક છે. જો તમે કોઈ પ્રત્યે પેશન અને ફિલિંગ જાહેર કરવા ઇચ્છતા હો તો નારંગી ગુલાબ બેસ્ટ વિકલ્પ છે. 

લેવેન્ડર ગુલાબ : લેવેન્ડર ગુલાબ બહુ મુશ્કેલીથી મળે છે. જો તમને કોઈ સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ જાય તો એ જાહેર કરવા માટે આ રંગનું ગુલાબ પસંદ કરવું જોઈએ. 

પીચ ગુલાબ :  જો તમે કોઈની ખૂબસુરતી કે નમ્રતાના વખાણ કરવા ઇચ્છતા હો તો પીચ ગુલાબ બેસ્ટ વિકલ્પ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link