Star Kids Names: આલિયાથી લઈ બિપાશા સુધીના સ્ટાર બાળકોના નામનો શું થાય છે અર્થ, જાણીને નવાઈ લાગશે!
સોનમ કપૂર અને આનંદ આહૂજાએ પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહૂજા રાખ્યું છે. વાયુ પંચતત્વોમાંથી એક છે. વાયુ શ્વાસના દેવતા છે અને વાયુથી જ પ્રાણ છે. કપલે જણાવ્યું કે વાયુને વીર, બહાદૂર અને સુંદર કહેવામાં આવે છે.
જાન્યુઆરી 2022માં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાએ પોતાના ઘરમાં એક પુત્રીનું સ્વાગત કર્યું. કપલે સરોગેસીથી થયેલી આ નન્હી પરીનું નામ 'માલતી મૈરી ચોપડા' રાખ્યું. તમને જણાવી દઈએ કે માલતી પ્રિયંકાની મા મધુ ચોપડાના નામ મધુમાલતીનો એક ભાગ છે. તેની સાથે મેરી નિકની માતાનું મિડલ નામ પણ છે. સંસ્કૃતમાં માલતી (Malti Marie Chopra)નો મતલબ છે 'છોટા સુગંધિત ફૂલ' અથવા તો 'ચાંદની'..
જ્યારે 12 નવેમ્બરે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે પોતાની પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ 'દેવી બસુ સિંહ ગ્રોવર' રાખ્યું હતું. પુત્રીનું નામને લઈને બન્ને જણાંએ કહ્યું કે, માતાનો પ્રેમ અને આશીર્વાદ જે દિવ્ય છે.
અનુષ્કા અને વિરાટે ગત વર્ષે જાન્યુઆરીમાં પુત્રી વામિકાનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે વામિકા નામ દેવી દુર્ગાનું એક વિશેષણ છે. જેવી રીતે દરેક માતા-પિતા પોતાના બાળકનું નામ વિચારી-સમજીને રાખે છે, સેલિબ્રિટીઝે પણ એવી જ રીતે પોતાના બાળકોના નામની પસંદગી કરી છે. તમામ સેલેબ્સના બાળકોના નામ યુનીક છે.