ગોંડલની Snake Girl : 8 વર્ષની ક્રિસ્ટીના સાપ પકડવામાં માહેર, ગળામાં વીંટાળે તો પણ ડર નથી લાગતો

Sat, 24 Dec 2022-3:33 pm,

સામાન્ય રીતે ઘરમાં કોક્રોચ ઉંદર દેખાય તો પણ લોકો ભાગદોડ કરતા હોઈ છે કોઈ પણ જગ્યા એ સાપ જુવે તો ભલભલાનો પરસેવો છૂટી જતો હોય છે. પણ ગોંડલની આ 8 વર્ષની બાળકી ક્રિષ્ટિના સાવલિયા કે જે રમકડાંથી રમવાને બદલે સાપથી રમે છે.   

ગોંડલના તબીબ અને અગ્રણી ઉદ્યોગપતિ ડો લક્ષિત સાવલિયાની ૮ વર્ષની પુત્રી ક્રિષ્ટિનાને ભગવાને એવી પ્રતિભા આપી છે કે, લોકો જોઈને દંગ રહી જાય છે. ક્રિષ્ટિના હાલ તો ગોંડલની ધોળકિયા સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે અને નાનપણથી જ અભ્યાસની સાથે પશુ-પક્ષી કે સૃષ્ટિ પ્રત્યે પણ અનહદ લગાવ ધરાવે છે.

ક્રિષ્ટિનાના પિતાની ઈચ્છા છે કે દીકરી સરિસૃપ એક્સપર્ટ બને. ક્રિષ્ટિનાના ડોક્ટર પિતા ડો લક્ષિત સાવલિયાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ટિના માટે સાપ એ કોઈ જાનવર નહિ પણ એક મિત્ર છે. ક્રિષ્ટિના માત્ર 2 વર્ષની હતી ત્યાર થી જ સૃષ્ટિ પ્રત્યે લાગણી અનેરી છે. તે નાનપણથી જ નાગ પકડી શકે છે અને રમકડાંની જેમ રમાડી શકે છે. તેને સાપ સાથે વિશેષ પ્રેમ છે અને નાનપણથી જ સાપને રેસ્ક્યુ કરીને કુદરતના ખોળે છોડી દે છે.

ક્રિષ્ટિનાએ સાપ પકડવાની તાલીમ પણ લીધેલ છે. આ બાળકીને સાપમાં રુચિ લાગી અને બિનઝેરી સાપને પકડતી અને રમાડતી થઈ. હાલમાં ક્રિષ્ટિના 8 વર્ષની છે અને 20 થી 25 જેટલી સાપની પ્રજાતિને ઓળખી શકે છે અને 100 થી વધારે સાપનું રેસ્ક્યુ પણ કર્યું છે. ક્રિષ્ટિનાના પિતાની ઈચ્છા છે કે દીકરી Herpetologist (સરિસૃપ તજજ્ઞ) બને અને કરિયર બનાવે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link