રશિયા વિરુદ્ધ `યુદ્ધ નાયક` બન્યો યુક્રેની ડોગ, અનેક લોકોની જિંદગી બચાવી, ઝેલેન્સ્કીએ સન્માન કર્યુ

Mon, 09 May 2022-6:08 pm,

રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ હાલમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના યુક્રેન પ્રવાસ દરમિયાન પૈટ્રન અને તેમના સંરક્ષકનું મેડલથી સન્માન કર્યુ છે. (Photo – Reuters)

જૈક રસેલ ટેરિયર બ્રીડના સ્નિફર ડોગ પૈટ્રને 200થી વધુ લેન્ડ માઇન બોમ્બ શોધી કાઢ્યા. પૈટ્રનને 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં ઘણા હુમલા રોકવાનો શ્રેય આપવામાં આવ્યો છે. (Photo – Wiki Commons)

જ્યારે આ ડોગનું મેડલથી સન્માન કરવામાં આવી રહ્યું હતું તો તેણે પૂછડી હલાવી લોકોના દિલ જીતી લીધા. (Photo – Wiki Commons)

યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યુ- હું તે યુક્રેની નાયકોનું સન્માન કરવા ઈચ્છુ છું જે પહેલાથી આપણી જમીનને સુરક્ષિત કરી રહ્યા છે. પૈટ્રન જે ન માત્ર વિસ્ફોટકોને નિષ્ફળ કરવામાં મદદ કરે છે, પરંતુ અમારા બાળકોને તે ક્ષેત્રમાં જરૂરી સુરક્ષા નિયમ શીખવાડવામાં મદદ કરે છે, જ્યાં લેન્ડમાઇનનો ખતરો છે. (Photo – Wiki Commons)

સોશિયલ મીડિયા પર પૈટ્રનના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યાં છે. વીડિયોમાં તેને છલાંગ લગાવતા અને સેનાના અધિકારીના ખોળામાં બેસતો જોઈ શકાય છે. તે કાટમાળને સુંઘીને જણાવે છે કે આ ક્ષેત્ર સુરક્ષિત અને લેન્ડ માઇન બોમ્બથી મુક્ત છે. (Photo – Wiki Commons)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link