પ્રદીપના પિતા શાકભાજી વેચે છે, પ્રિન્સ દિવ્યાંગ છે... મહેનતથી પાસ થઈને ટોપર્સ બન્યા આ સુરતી લાલા

Wed, 31 May 2023-11:14 am,

સુરતના વિદ્યાર્થી પ્રિન્સ ગઢીયાએ 91.57 ટકા મેળવ્યા છે. ખાસ વાત તો એ છે કે, તેણે બોર્ડ પર જોયા વગર અભ્યાસ કર્યો છે. માત્ર શિક્ષકોને સાંભળી અભ્યાસ કરી A 1 મેળવ્યો છે. પ્રિન્સ દિવ્યાંગ છે, તેના માતાપિતા પણ દિવ્યાંગ છે. સારુ પરિણામ લાવનાર પ્રિન્સ CA બનવા માંગે છે. પ્રધાનમંત્રી મોદીથી પ્રેરાઈને પ્રિન્સે શિક્ષણ કરવાનું મન બનાવ્યું. દિવ્યાંગજનોને લઈ પ્રધાનમંત્રી મોદી જે ભાષણ કરતા તે સાંભળતો હતો. પ્રિન્સના મિત્ર ક્રિશ પટેલે પણ 92 ટકા મત મેળવ્યા છે. 

ગરીબ પરિવારના સંતાનો જ્યારે ટોપર બને ત્યારે વધુ ખુશી થાય છે. સુરતમાં રહેતો પ્રદીપ માળી એ 94.71 ટકા મેળવ્યા છે. તેની કહાની એવી છે કે, તેના પિતા ભગવાનભાઈ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવવુ છે. તેમના માટે પ્રદીપને ભણાવવુ મુશ્કેલ છે, છતા પેટે પાટા બાંધીને દીકરાને ભણાવે છે. ખાસ વાત તો એ છે કે, પ્રદીપે 1 થી 10 ધોરણ સુધી હિન્દી મીડીયમમાં અભ્યાસ કર્યો હતો. તેના બાદ ધોરણ 11 અને 12 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો. ભાષાનું માધ્યમ બદલાતા છતા તેણે સારા માર્કસ મેળવ્યા. 

સુરતની નિતિશા પટેલ પોતાનું પરિણામ જોઈને ભાવુક થઈ ગઈ હતી. પિતાવિહોણી દીકરી નિતિશાએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 96.86 ટકા પરિણામ મેળવ્યું છે. કિડની ફેઈલ થઈ જતા પિતાનું મૃત્યુ થયું હતું. તેથી સારું પરિણામ આવતા તે અને તેની માતા ભાવુક થઈ ગઈ હતી. પિતા ન હોવાથી શાળાએ તેના અભ્યાસ પર વધુ ધ્યાન આપ્યુ હતું. જેને કારણે આજે તે સફળ રહી છે. તેના સારા પરિણામ બાદ આશાદીપ સ્કૂલના સંચાલકે તેને મદદ કરવાનો નિર્ણય લીધો. સંચાલક મહેશ રામાણીએ નિતિશાનો આગળ ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. નિતિશા પગભર નહિ તાય ત્યા સુધી તેઓ ભણવાનો ખર્ચ આપશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link