આખરે કેમ આદર્શ દંપત્તિ ગણાતા બિલ અને મેલિન્ડા ગેટ્સ છૂટા પડ્યા? એક રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો

Thu, 06 May 2021-10:50 am,

વોશિંગ્ટન: અબજપતિ બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. 27 વર્ષ સુધી સારું લગ્નજીવન જીવ્યા બાદ બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે લોકોને હજુ એ સમજમાં નથી આવતું કે આખરે આ નિર્ણય તેમણે કેમ લીધો. ન તો બિલ ગેટ્સ કે ન તો તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે આ અંગે ખુલીને કઈ કહ્યું છે. બંનેએ માત્ર એટલું જ કહ્યું છે કે હવે આગળનું જીવન એકસાથે વિતાવવું શક્ય નથી. 

માઈક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સે ટ્વીટ કરીને પોતાના ડિવોર્સની જાણકારી દુનિયાને આપી હતી.તેમણે લખ્યું હતું કે અમે અમારા સંબંધ પર ખુબ વિચાર કર્યો. છેલ્લે અમે આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હવે અમે એકસાથે આગળ વધી શકીએ તેમ નથી. અમે બંને અલગ અલગ રીતે પોતાની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને જીવનના એક નવા તબક્કા તરફ આગળ વધવા માંગીએ છીએ. 

આ બાજુ મેલિન્ડા ગેટ્સે પણ એવી જ ટ્વીટ કરી હતી. બંનેએ ડિવોર્સની જાહેરાત બાદ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે બંનેમાં અણબનાવ એ હદે વધી ગયો હતો કે અલગ થવા સિવાય કોઈ બીજો રસ્તો જ નહતો. જો કે આ અણબનાવનું કારણ શું છે તે અંગે બધા ચૂપ છે. પણ ટાઈમ્સ મેગેઝીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. મેગેઝીને પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે બિલ ગેટ્સની લાઈફમાં એક બીજી મહિલા છે. જેના કારણે તેમણે મેલિન્ડા સાથે સંબંધ તોડી નાખ્યો છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે બિલ ગેટ્સ અને મેલિન્ડામાં એક વિચિત્ર સમજૂતી હતી. જે મુજબ બિલ દર વર્ષે થોડો સમય તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એના વિનબ્લેડ (Ann Winblad) સાથે વીતાવવાની મંજૂરી હતી. કહેવાય છે કે વિનબ્લેડ બિલ કરતા પાંચ વર્ષ મોટી છે અને બંનેનું 1987માં બ્રેકઅપ થઈ ગયું હતું. કારણ કે વિનબ્લેડ લગ્ન કરવા માંગતી હતી પરંતુ બિલ ગેટ્સ તે માટે તૈયાર નહતા. જો કે આમ છતાં બંને સતત સંપર્કમાં રહ્યા. 

1997માં એક ઈન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સે એના વિનબ્લેડ સાથેના પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે મે મેલિન્ડા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું તો મે વિનબ્લેડને કોલ કરીને તેની મંજૂરી માંગી હતી. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડાની મુલાકાત 1987માં માઈક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિન્ડાએ પ્રોડક્ટ મેનેજર તરીકે કંપની જોઈન કરી હતી. બંને વચ્ચે એક બિઝનેસ ડિનર પર વાતચીત થઈ અને પછી તે આગળ વધતી ગઈ. વર્ષ 1994માં બંનેએ હવાઈના એક દ્વીપ પર જઈને લગ્ન કર્યા. 

બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સના 3 બાળકો છે. તેઓ ડિવોર્સ બાદ પણ સાથે મળીને કામ કરશે. તેઓ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન નામથી એક સમાજસેવી સંસ્થા ચલાવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link