આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, 100 રૂમવાળા ઘરમાં રહે છે 181 લોકો

Mon, 06 Aug 2018-1:14 pm,

મોંઘવારીના આ જમાનામાં જ્યારે ચાર પાંચ સભ્યોવાળા પરિવારનું પાલન પોષણ કરવું એક મોટો પડકાર છે, તો બીજી તરફ જિઓના ચાના પોતાની 39 પત્નીઓ, 94 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર, પૌત્રીઓ અને એક નાના પ્રપૌત્ર સાથે એકદમ પ્રેમથી રહે છે. (ફોટો youtube)  

પોતાના પુત્રોની સાથે સુથારીકામ કરનાર જિયોના ચાનાનો પરિવાર મિઝોરમમાં સુંદર પહાડીઓની સાથે બટવંગ ગામમાં એક મોટા મકાનમાં રહે છે. પરિવાર જ્યારે મોટો હોય છે તો સ્પષ્ટ છે કે મકાન પણ મોટું હોવું જોઇએ. મકાનમાં કુલ 100 રૂમ છે. જિયોના દુનિયાના આ સૌથી મોટા પરિવારના મુખિયા હોવાનું ગૌરવ અનુભવે છે. (ફોટો youtube)  

જિઓના પોતાના પરિવારની સાથે 100 રૂમના જે મકાનમાં રહે છે. તેમાં એક મોટું રસોડું ઉપરાંત બધા માટે પર્યાપ્ત જગ્યા છે અને જિઓના પોતાના પરિવારને એકદમ અનુશાનથી ચલાવે છે. 

ચાનાના મોટા પુત્ર નુનપરલિયાનાની પત્ની થેલેંજી જણાવે છે કે પરિવારમાં બધા લોકો ખુશીથી સાથે રહે છે અને લડાઇ ઝઘડા જેવી કોઇ વાત નથી. જમવાનું બનાવવા અને ઘરના અન્ય કામકાજમાં પણ બધા મળીને કામ કરે છે. (ફોટો youtube)  

પરિવારની મહિલાઓ ખેતીવાડી કરે છે અને ઘર ચલાવવામાં યોગદાન આપે છે. ચાનાની સૌથી મોટી પત્ની મુખિયાની ભૂમિકા ભજવે છે અને ઘરના સભ્યોના કાર્યોને વહેંચણી કરવાની સાથે જ કામકાજ પર નજર પણ રાખે છે. (ફોટો youtube)  

પરિવારમાં આટલા સભ્યોના નામ, તેમના જન્મદિવસ અને તેમના અન્ય ક્રિયાકલાપ પર નજર રાખવી મુશ્કેલ છે, તેના વિશે ચાનાના સૌથી મોટા પુત્ર નુનપરલિયાના જણાવે છે કે પરિવારમાં બધા સભ્યોના નામ યાદ રાખવા મુશ્કેલ નથી. લોકો પોતાના મિત્રોના નામ યાદ રાખે છે, અમે તે પ્રકારે અમારા ભાઇ બહેનોના નામ તથા બાળકોના નામ યાદ રાખીએ છીએ. હાં જન્મદિવસ યાદ રાખવામાં સમસ્યા થાય છે, પરંતુ કોઇને કોઇને યાદ રહી જાય છે. (ફોટો youtube)  

એક સામાન્ય પરિવારમાં જેટલું કરિયાણું બે મહિના ચાલે છે, તે પરિવારની ભૂખ મટાડવા માટે દરરોજ એટલું કરિયાણું વપરાય જાય છે. અહીં એક દિવસમાં 45 કિલો ચોખા, 30-40 મુરઘી, 25 કિલો દાળ, 60 કિલો શાકભાજી અને હજારો ઇંડાની જરૂર પડે છે. આ ઉપરાંત આ પરિવારમાં લગભગ 20 કિલો ફળની ખપત થાય છે. (ફોટો youtube)  

વિસ્તારના રાજકારણમાં પણ ચાના પરિવારનો જોરદાર દબદબો છે. એક સાથે એક જ પરિવારમાં આટલા બધા વોટ હોવાના લીધે તમામ નેતા અને વિસ્તારની રાજકીય પાર્ટીઓ જિયોના ચાનાને ખાસ મહત્વ આપે છે, કારણ કે સ્થાનિક ચૂંટણીમાં આ પરિવારનો ઝુકાવ જે પાર્ટી તરફ હોય છે, તેને ખૂબ વોટ મળશે તે નક્કી છે. (ફોટો youtube)  

એક તરફ જ્યાં દેશમાં સંયુક્ત પરિવારની પરંપરા લગભગ ખતમ થઇ ગઇ છે, એક જ છતની નીચે આટલા મોટા પરિવારનું એકસાથે રહેવું આશ્વર્યની સાથે-સાથે સુખદ અહેસાસ પણ હોય છે. (ફોટો youtube) 

ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલા આ પરિવારના સભ્યો પોતાનામાં જ એક આખું ગામ છે. વાત કરીએ તો સાંભળનારાઓની કમી નથી, મેચ રમવા જઇએ તો જોવાવાળાની કમી નથી અને એક સાથે બેસી જઇએ તો પોતાનામાં મેળા અને તહેવાર થઇ જાય. (ફોટો youtube)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link