આ પાટીદાર ઉદ્યોગપતિના સાહસને સલામ છે, મહેસાણામાં એકલા હાથે ઉભું કર્યું આખું જંગલ
મહેસાણા જિલ્લાના અનોખા પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ પટેલની. વિસનગરના રહેવાસી જીતુભાઈ પટેલે અત્યારસુધીમાં 8 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન પણ કર્યું છે. જીતુભાઈ પટેલનો પ્રકૃતિ પ્રેમ જોઈ રાજ્ય સરકારે તેમની ગ્રીન એમ્બેસેડર તરીકે નિમણુંક કરી છે. જીતુભાઈ પટેલે વીજાપુર હિંમતનગર હાઈવે પર સાબરમતી નદીના કાંઠે 350 વિઘામાં આખુ માનવ સર્જિત જંગલ તૈયાર કર્યું છે. જીતુભાઈ છોડ વાવીને તેની પૂજા પણ કરે છે. લોકડાઉનના સમયમાં જીતુભાઈ પટેલે અહીં 50 હજાર છોડ વાવ્યા હતા. આ માનવ સર્જિત જંગલમાં અનેક પક્ષીઓ વસવાટ કરે છે. લોકો પણ દૂર દૂરથી આ માનવ સર્જિત જંગલ જોવા આવે છે. મહેસાણા જિલ્લાના એક એવા વ્યકિત જે જેને આજદિન સુધી પોતાના જીવનમાં 12 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કર્યું છે. કોણ છે આ વ્યક્તિ અને કેટલા વૃક્ષોનું કરી રહ્યા છે જતન જોઈએ એક વિશેષ અહેવાલમાં.
આ છે વિસનગર ના જીતુભાઇ મહેસાણા જિલ્લાના વિસનગરના પ્રકૃતિ પ્રેમી એવા જીતુભાઇ પટેલ નામના વ્યકિતકે જેઓ ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર છે. તેમના દ્વારા વિજાપુર હિંમતનગર હાઇવે પર સાબરમતી કાંઠે આંખે આંખુ મેંન મેઇડ (માનવ સર્જિત) જંગલ તૈયાર કરાયું છે. 350 વીઘામાં તેમના દ્વારા આ જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમને અત્યાર સુધી 8 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે. જીતુભાઈ ઝાડની પૂજા કરતા પણ જોવા મળે છે. ઝાડને ફૂલ ચડાવી જીતુ ભાઈ પૂજા કરતા જોવા મળવું એ બાબત કદાચ અન્ય જગ્યાએ જવલ્લે જ જોવા મળે.
સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ જંગલ એ કુદરતી હોય છે. પરંતુ મહેસાણાના આ શખ્સમ દ્વારા મેડ મેઈન જંગલ એટલે માનવ સર્જિત જંગલ તૈયાર કર્યું છે. આ જંગલ એક બે એકરમાં નહિ, પરંતુ 200 એકરમાં આ જંગલ તૈયાર કર્યું છે. એમાં પણ ફક્ત એક જ વ્યક્તિ દ્વારા તૈયાર કરાયું છે. લોકડાઉનની જો વાત કરવામાં આવે છે આ જંગલમાં લોકડાઉનના સમયમાં 50,000 છોડ વાવવામાં આવ્યા અને અત્યાર સુધી આ જંગલમાં 8 લાખ જેટલો વૃક્ષો વાવી ચુક્યા છે.
હાલના સમયમાં હાલમાં એકબાજુ માનવી પોતાની સુખાકારી માટે દિવસે દિવસે જંગલનો નાશ કરી રહ્યો છે ત્યારે જીતુ પટેલે સાબરમતીના કાંઠે એક આખું જંગલ ઉભું કર્યું છે અને જેમાં તેમને 10 વર્ષમાં 8 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનો ઉછેર પણ કર્યો છે. સાથે આ જંગલમાં અનેક પશુ પક્ષીઓ પણ વાસ કરે છે. અત્યાર સુધી જીતુભાઇ પટેલ દ્વારા 12 લાખ જેટલા વૃક્ષોની વાવણી કરી છે અને આ માનવ નિર્મિત જંગલ પાર્કને જોવા દૂર દૂરથી લોકો આવે છે. કોરોનાકાળમાં જે ઓક્સિજનની જરૂરિયાત સમજાઈ તેના પછી આ પ્રકારનું એક જંગલ અને ઓક્સિજન પાર્ક જોઈ લોકો ખૂબ પ્રફુલ્લિત થઈ આનંદ અનુભવી રહ્યા છે અને પોતે જ્યાં જગ્યા મળશે ત્યાં વૃક્ષ વાવી તેનું જતન કરવાની વાત પણ કરી રહ્યા છે.
આમ તો જીતુભાઇ પટેલ વિસનાગરના જાણીતા ઉધોગપતિ છે અને તેમના પ્રકૃતિ પ્રેમને જોઈને રાજ્ય સરકાર દ્વારા તેમને ગ્રીન એમ્બેસેડર તરીકે નિમણુંક કરાઈ છે. આ વખતે જ્યારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે ઓક્સિજનની કમી લોકોને વર્તાઈ હતી. ત્યારે આજે લોકોને જીતુભાઇ વધુ વૃક્ષો વાવવાનો અને તેને જતન કરવાનો સંદેશ આપે છે.