ખેડૂતની આત્મહત્યા માટે હાથવગી રહેતી જંતુનાશક દવાને સાચવવામાં આવે છે લોકરમાં

Thu, 10 Sep 2020-11:33 am,

કુદરતી આફતો વચ્ચે અનેકવાર ખેડૂતો પોતાનો જીવ ટૂંકાવી દે છે. એક રિસર્ચમાં સામે આવ્યું કે, ખેડૂતો પોતાના ખેતરમાં જ ઉપયોગમાં લેવાતી જંતુનાશ દવાનો ઉપયોગ કરીને આત્મહત્યા કરે છે. તો બીજી તરફ, પરિવારનું કોઈ બાળક ભૂલથી આ દવા ન પી જાય તે માટે તેઓને ભારે કાળજી રાખવી પડે છે. આવા ડર વચ્ચે જીવતા ખેડૂતો માટે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાના ખોબા જેટલા ગામે આગવી પહેલ કરવામાં આવી છે. ઘુમાસણ ગામે ખેડૂતોને એક નવી રાહ ચીંધી છે, જેમાં ખાનગી સામાજિક સંસ્થા અને ઘુમાસણ ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં સામૂહિક જંતુનાશક સંગ્રહ કેન્દ્ર ઉભુ કરાયું છે. જ્યાં એક જગ્યા પર આ લોકર મૂકવામાં આવ્યા છે. ખેડૂત પોતાના ખેતરમાં ઉપયોગમાં લેવાતી દવાનો ઉપયોગ બાદ ખેડૂતો પોતાની જંતુનાશક દવાઓ આ લોકરમાં મૂકી રાખે છે. અને ખેતરમાં ડાયરેક્ટ તેનો ઉપયોગ કરે છે. લોકરની ચાવી ખેડૂતો પોતાની પાસે જ રાખે છે. જેની નોંધ એક મસ્ટર્ડમાં પડે છે. જે માટે એક વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે. 

મહત્વનું છે કે ગામમાં અગાઉ બે યુવાનો દ્વારા જંતુનાશક દવા પીને આપઘાત કરાયો હતો. ત્યારે ગામમાં ફરી આવી કોઇ ઘટના ન બને તે માટે આગળ આવી અને ખાનગી એનજીઓના પ્રયાસ થકી 180 જેટલા લોકર અહીં રાખવામાં આવ્યા છે. જેમાં 43 જેટલા લોકર હાલમાં ભરાઈ ગયા છે અને ખેડૂતો આ નવતર અભિગમને આવકારી રહ્યા છે. ગામના ખેડૂત ભરતભાઈ પટેલ કહે છે કે, આપણે બેંકમાં રૂપિયા અને દાગીના માટેના લોકર તો અનેક જોયા છે, પણ અમારી ગામના લોકર કોઈના જીવ બચાવી શકે છે. જેમાં જગતનો તાત જંતુનાશક દવાઓ મૂકવા માટે આ લોકરને તૈયાર કર્યા છે. જેનો ઉપયોગ ખેડૂતો આજે હોંશે હોંશે કરે છે.

આજના સમયમાં અનેક લોકો હતાશ થતા આત્મહત્યાનું પગલુ ભરે છે. નાની વાતોમાં આવીને પણ લોકો પોતાનું જીવન ટુંકાવી દે છે. બે મિનિટના આવેશમાં આખો પરિવાર ભાંગી જાય છે. જ્યારે કોઈ પરિવારનો સભ્ય જીવન ટૂંકાવી જતો હોય છે. તેમાં પણ આત્મહત્યા માટે જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ થાય છે. આવું ન બને તે માટે ઘુમાસણ ગામે જંતુનાશક દવા મૂકવા સામુદાયિક જંતુનાશક સંગ્રહ કેન્દ્રના નામે લોકર બનાવ્યા છે. ખેડૂતો પાસેથી આ લોકર માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ખેડૂતોને ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય ત્યારે દવા લોકરમાંથી લઈ જઈ શકે છે અને કામ પૂરું થતાં દવા મૂકી જાય છે. આ માટે ખેડૂતોને અલગ-અલગ લોકર અપાયાં છે. લોકરમાં મૂકેલી દવા કોણે કેટલીવાર વાપરી તેનો પણ તમામ ડેટા મળી આવે છે. આ લોકરની ચાવી ખેડૂત તથા તેમના ઘરના સભ્યો પાસે રહે છે તેવું લોકર રૂમના સંચાલક મુકેશ ડાભીએ જણાવ્યું.

આ ગામના સરપંચ ભરત દેસાઈના કહ્યા પ્રમાણે, આ ગામમાં બે યુવાનોએ દવા પીને જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી હતી. વળી જંતુનાશક દવા ખેડૂતોના ઘરમાં જ મૂકવામાં આવે છે. જેથી બાળકો અને પરિવારના સભ્યોને આ દવા થકી જીવ બચાવવા માટેનો પ્રયાસ કરવા આ નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link