કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું, માત્ર 5 વર્ષના બાળકને કોણ સમજાવશે કે માતા હવે દુનિયામાં નથી

Fri, 21 Oct 2022-10:11 pm,

મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં ગોઝારા અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશે, પણ માત્ર પાંચ (5)વર્ષના નાના બાળકને કોણ સમજાવશે??? કે માતા હવે દુનિયામાં રહ્યા નથી.  

કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય આવી જ એક કરુણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પૂર્વે ઘટી હતી. જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળથી ઠોકર મારી નાસી ગયાની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.

જ્યારે દુઃખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છા શક્તિ દર્શાવી અને પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનનો ઉમદા નિર્ણય કર્યો. અંગદાન જેવા મહાકાર્ય માટે સહમતિ દર્શાવી હતી.

આ નિર્ણયને પગલે આજરોજ અમદાવાદ ખાતેથી ડોક્ટરની ટીમો રવાના થઈ ચૂકી છે અને લગભગ રાત્રીના 9:00 વાગ્યા આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરશે. જેમાં જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહાઓપરેશન હાથ ધરાશે. મહિલાની કિડની, લીવર, આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવાર સંમત છે.

જ્યારે શૈલેષભાઈ મહેતાના પરિવાર દ્વારા એક આશા રખાઈ રહી છે કે, પોતાના સ્વજનને તો પરત નહીં મેળવી શકાય પણ તૃષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પોલીસ વિભાગ અને સરકાર આ ગુનામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી હાથ ધરે. જેથી કરી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસનો હસતો રમતો પરિવાર દુઃખોની ખાઈમાં ન ધકેલાઈ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link